Cli
તારક મહેતા શોના બાપુજી ના ગંભીર અકસ્માત બાદ પહેલીવાર અમિત ભટ્ટ નું આવ્યુ નિવેદન, સચ્ચાઈ જણાવી...

તારક મહેતા શોના બાપુજી ના ગંભીર અકસ્માત બાદ પહેલીવાર અમિત ભટ્ટ નું આવ્યુ નિવેદન, સચ્ચાઈ જણાવી…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ દર્શકોમાં પોતાની આગવી શ્રેલીથી મનોરંજન કરાવતો રહે છે અને ટીઆરપી લિસ્ટ માં પ્રથમ ક્રમે રહેતા આ શોને દર્શકો ખુબ પસંદ કરે છે થોડા સમય પહેલા તારક મહેતા શોમાં બાપુજીનું પાત્ર ભજવતા અમિત ભટ્ટના અકસ્માત થયાના.

સમાચાર સામે આવ્યા હતા આ વિશે શો મેકરે કોઈપણ પ્રતિક્રિયા આપી નહોતી તાજેતરમાં બાપુજીની પાત્ર ભજવતા અમિત ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે તેમને ઈન્સ્ટ્રાગ્રામ પર લાઈવ વીડિયો થકી પોતાના ફેન્સને જણાવ્યું છેકે તેઓ હાલ બિલકુલ ફીટ છે અને ઠીક થઈ ગયા છે તેમને સોશિયલ મીડિયા પર ફેલાયા સમાચાર કે તારક મહેતા.

શોના બાપુજી નો ગંભીર અ કસ્માત થયો છે અને તેમને ખૂબ જ ઈજાઓ પહોંચી છે એ વિશે જણાવતા કહ્યું હતું કે તેમને માત્ર સામાન્ય ઇજાઓ થઈ હતી એવો કોઈ જ ગંભીર અકસ્માત થયો નથી તેમને જણાવ્યું હતું કે શૂટિંગ દરમિયાન શોઢીના હાથમાંથી કારનું ટાયર છટકી ગયું હતું અને તે કાર સાથે ભટકાઈ અને તેમની સાથે અ થડાય હતું.

તેના કારણે તેમને થોડી ઇજાઓ પહોંચી હતી ડોક્ટરે તેમને દસ બાર દિવસ આરામ કરવાની સલાહ આપી હતી તેઓએ જણાવ્યું કે હું હાલ સ્વસ્થ અને તંદુરસ્ત છું મારી કોઈ ચિંતા કરશો નહીં હું જલ્દીથી તારક મહેતા શોમાં પાછો ફરીશ અને જેઠાલાલ ના બાપુજી બનીને આપની સમક્ષ અભિનય કરતો જોવા મળીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *