પ્રાણ જાય પણ વચન ના જાય જે વાક્ય ને ક્ષત્રિય યુવાને સાર્થક કરીને બતાવ્યું બોલીવુડ ફિલ્મ વિવાહ જેવો જ એક કિસ્સો પાટણ જિલ્લામાં થી સામે આવ્યો છે હારીજ ના કુકરાણા ગામના વતની મહાવીરસિંહ વાઘેલા ની સગાઈ અમદાવાદ બામરોલી ગામની ઝાલા પરિવારની દીકરી રીનલબા ઝાલા સાથે બે વર્ષ પહેલાં સગાઈ થઈ હતી.
સગાઈના બે મહિના બાદ રીનલબા ખેતરમાં એક ઝાડ પરથી નીચે પડી ગઈ હતી એ દરમિયાન તેની કમરનું હાટકું તૂટી ગયું હતું ઘણી બધી સારવાર કરવા છતાં પણ તેનો ઈલાજ થઈ શક્યો નહોતો અને બંને પગ થી રિનલબા દિવ્યાંગ બની હતી રીનલબા પથારીવશ થઇ હતી તે ચાલી ફરી શકતી નહોતી આ દરમિયાન મહાવીર સિંહના.
પરિવારજનોએ અને સમાજના લોકોએ આ સગાઈ તોડી નાખવાનું જણાવ્યું હતું તેઓ દિવ્યાંગ યુવતી સાથે પોતાના દીકરાના લગ્ન કરવા માગતા નહોતા યુવતી માનસિક રીતે પણ ભાંગી પડી હતી તેના જીવનમાં થી ખુશીઓ છીનવાઈ ચુકી હતી પરંતુ મહાવીરસિંહ લગ્ન નું વચન આપી ચુક્યા હતા યુવતીના.
પરિવારજનો પણ આ લગ્ન માટે ના પાડી રહ્યા હતા બંને પરિવારો ની ના પાડવા છતાં પણ મહાવીર સિંહ રીનલબા ને છોડવા તૈયાર નહોતા પોતાના હાથોથી ઉપાડી ને મહાવીર સિંહ લગ્ન કરવા માટે કોર્ટ માં રીનલબા ને ઉપાડીને પહોંચ્યા હતા અને કોર્ટમાં રાજી ખુશીથી લગ્ન કર્યા હતા આ દરમિયાન મહાવીર સિંહે.
જણાવ્યું હતું કે સગાઈ દરમિયાન તે સંપૂર્ણપણે સ્વસ્થ હતી કુદરતી ઘટનામાં રીનલ નો શું દોષ વિધિના વિધાનને કોઈ બદલી શકતું નથી પરંતુ હું તેને છોડી પણ શકતો નથી અને છોડીશ પણ નહીં તે જેવી પણ છે એને એ હાલતમાં હું સ્વીકારું છું અને હું આજીવન તેને ખૂબ જ પ્રેમ આપીશ અને તેને જ પ્રેમ કરતો રહીશ.
તે લગ્ન કરીને પોતાના ઘેર લાવ્યો હતો બંનેની ખુશી માં પોતાની ખુશી સ્વિકારી ને આ લગ્નથી પછી બંને પરિવારો રાજી થયા હતા અને આર્શિવાદ આપ્યા હતા ફિલ્મ વિવાહ માં તો કાલ્પનિક ઘટના દર્શાવી હતી પરંતુ વાસ્તવિક કરનાર આ યુવક ની ખાનદાની ખુમારી અને વચન ને લોકો બિરદાવી ને તેની પ્રસંશા કરી રહ્યા છે.