હોળી પહેલાજ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પુત્રી આરાધ્ય સાથે વિદેશમાં રજાઓ મનાવવા નીકળ્યા હતા આ દરમિયાન ફેમિલીને એરપોર્ટ પર જોવા મળી હતી લોકોએ હંમેશાની જેમ આરાધ્યાના પગને લઈને સવાલ પૂછવાનું શરૂ કરી દીધું હતું આ ત્રણે મુંબઈમાં મોડી રાત્રે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
આ ત્રણે હોળીની રજાઓ મનાવવવા માટે બહાર ગયા છે વેકેશન પર નીકળેલ અભિષેક બચ્ચને બહેન સ્વેતાની જન્મદિવસ પણ મિસ કરી દીધો હતો આ ફેમિલી એરપોર્ટમાં એજ અંદાજમાં જોવા મળી જેવી રીતે તેઓ હંમેશા જોવા મળે છે અને સોસીયલ મીડિયામાં આ ફેમિલી ટ્રોલ થતા પણ જોવા મળી હતી.
અહીં ટ્રોલ થવા પાછળનું કારણ અભિષેકની પુત્રી આરાધ્યા હતી કારણ કે આરાધ્યા મટકીને ચાલતા જોવા મળી હતી જેને તમે વિડિઓ જોશો તો તમને પણ હસવું સો ટકા છૂટી જશે અહીં ઐશ્વર્યાએ કાળા પેન્ટ સાથે કાળા કલરનો કોટ પહેરેલ જોવા મળી જેની સાથે પોતાના વાળને ખુલ્લા રાખેલ જોવા મળી.
વિદેશ જતા સમયે બચ્ચન ફેમિલીએ ત્યાં હાજર રહેલ મીડિયાને પણ હેપી હોળીની શુભેછાઓ પાઠવી હતી પરંતુ બચ્ચન ફેમિલી જયારે પણ એરપોર્ટ પર જોવા મળે ત્યારે ટ્રોલ ન થાય તેવું થઈજ ન શકે અહીં એવુજ થયું લોકોએ ઐશ્વર્યાએ બ્લેક લુકના લીધે અને પુત્રી આરાધ્યાને ઓવર એકટિંગમાં ચાલવાને લઈને ટ્રોલ કરી હતી.