કહેવાય છે કિસ્મત વ્યક્તિ પોતાના લલાટ માં લખાવીને જન્મે છે કોઈ પણ વ્યક્તિ નુ ક્યારે જીવન બદલાઈ જાય છે નક્કી નથી હોતું આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમા રણજીતસિંહ રાજ નું ભાગ્ય બદલાયુ અને તેને વિદેશી પત્ની નો પ્રેમ મળ્યો સમગ્ર અહેવાલ અનુસાર રાજસ્થાન ના જયપુર શહેરમાં.
રણજીતસિંહ રાજ નામનો ગરીબ પરિવારનો યુવક જે 10 મુ પાસ હતો અને રીક્ષા ચલાવતો હતો દેશ વિદેશથી આવતા પર્યટકો ને પોતાની રિક્ષામાં ફેરવીને ઘરનું ગુજરાન ચલાવતો હતો આ વચ્ચે સાલ 2008માં તેની રિક્ષામાં એક વિદેશી યુવતી આવી જે ફ્રાન્સ થી સાત સમંદર પાર ભારતમાં ફરવા માટે આવી હતી.
જે જયપુર શહેરમાં આવી અને તેને રણજીતસિંહ રાયની રીક્ષા મળી તેને થોડા દિવસ અહીં વિતાવવાની ઈચ્છા હતી. બંને એકબીજાની સાથે જયપુર શહેરમાં ફરવા લાગ્યા આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધો સ્થાપિત થયા વિદેશી યુવતીને દેશી યુવક નો સ્વભાવ ખૂબ જ પસંદ આવ્યો અને તેના પ્રેમમાં પડી ગઈ તે ફ્રાન્સ જતાં રડી પડી.
અને રણજીતસિંહને લગ્ન કરવા માટેનું વચન આપી દીધું રણજીતસિંહ ગરીબ પરિવારનો હતો એની પાસે ફ્રાન્સ જવા માટે પૈસા ન હતા ના વિઝા કે પાસપોર્ટ માટે પૈસા હતા વિદેશી યુવતીએ તેની મદદ કરી અને પૈસા મોકલ્યા પરંતુ તેને વિઝા ના મળ્યા ઘણું લાંબો સમય સુધી સંઘર્ષ કરતા છતાં પણ તેને વિઝા ના મળતા વિદેશી યુવતી પાછી ભારતમાં આવી અને તેને.
રણજીતસિંહ સાથે મળી ફેન્ચ એસેમ્બલી બહાર ધારણા કર્યા અને ત્રણ મહિનાનો રણજીતસિંહ ને ટુરરીસ્ટ વિઝા મળ્યો સાલ 2014 માં રણજીતસિંહ સાથે વિદેશી યુવતીએ લગ્ન કર્યા અને હાલ તેઓ ફાન્સ માં રહે છે બંનેનું એક સંતાન પણ છે અને રણજીતસિંહ એક હોટલ માં કામ કરે છે તે પોતાની હોટલ ખરીદીને પોતાનો ધંધો વિદેશની ભુમી માં સ્થાપિત કરવા પણ જઈ રહ્યો છે.