સાઉથ ફિલ્મોના ના અભિનેતા અને દિગ્ગજ કલાકાર એવા કિષ્નમ રાજુ નું મૃત્યુ થયું છે સમગ્ર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં દુઃખનું મોજુ ફરી વળ્યુ છે સાઉથ 180 થી અધિક ફિલ્મોમાં પાંચ દસકા સુધી અભિનય કરનારા સાઉથ મુવી માં પોતાની અનેરી છાપ છોડી જનારા એવા કિષ્નમ રાજુ સાઉથ ફિલ્મ બાહુબલી એક્ટર.
પ્રભાસના સગા કાકા હતા તેઓએ પોતાના ભત્રીજા પ્રભાસ ની ફિલ્મો ઘણી બધી ફિલ્મો જેવી કે રાધેશ્યામ બિલ્લા ડોન રીબેલ રીબેલ 2 જેવી ફિલ્મો માં પણ અભિનય કર્યો હતો અને ફિલ્મ માં પ્રભાસની સાથે જોવા મળ્યા હતા જેવો ના મૃત્યુ બાદ બાહુબલી પ્રભાસ સાથે સમગ્ર ઇન્ડસ્ટ્રી દુઃખની લાગણી જતાવી રહી છે.
મળતી માહિતી અનુસાર અભિનેતા કિષ્નમ રાજુ સ્વાસ્થ્ય સંબંધી બિમારી થી પિડાતા હતા લાંબા સમયની માદંગી પછી એમનુ હોસ્પિટલમાં નિધન થયું એમના પરીવારજનો માં ત્રણ દિકરીઓ અને એક પત્ની છે જે ઓ ઘેરા પ્રત્યાઘાત સાથે દુઃખ માં છે પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાથના.