Cli

5 મહિના.. 5 છૂટાછેડા.! 2026માં આ સેલિબ્રિટીઓના ઘર તૂટ્યા?

Uncategorized

2026નું વર્ષ સંબંધો તૂટવાનું વર્ષ બની રહ્યું છે. કોઈનું 14 વર્ષ પછી ઘર તૂટ્યું તો કોઈ સીધું કોર્ટ પહોંચ્યું. વર્ષો સુધી સાથે રહેવા છતાં આ કપલ્સના લગ્ન બચી શક્યા નહીં. આ સિતારાઓની લવ સ્ટોરીનો અંત આવી ગયો. જાણો કોના કોના માટે આ વર્ષ અશુભ રહ્યું.હા, વર્ષ 2026 મનોરંજન ઉદ્યોગ માટે જાણે સંબંધો તૂટવાનું વર્ષ બની ગયું છે. એક પછી એક અનેક ફેમસ સ્ટાર કપલ્સના અલગ થવાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા છે.

તાજેતરમાં જ મૌની રોયે પણ પતિ સૂરજ નામ્બિયાર સાથે છૂટાછેડાના સમાચાર કન્ફર્મ કર્યા છે, ત્યારબાદ દરેક જગ્યાએ તેની ચર્ચા થવા લાગી છે. પરંતુ મૌની એકલી નથી, આ વર્ષે ઘણા મોટા સિતારાઓના લગ્ન તૂટી ગયા છે. કોઈનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો તો કોઈ 14 વર્ષ સાથે રહ્યા બાદ પણ પોતાના પાર્ટનરથી અલગ થઈ ગયું. તો ચાલો તમને જણાવીએ કે આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે જેમના સંબંધો વર્ષ 2026માં તૂટી ગયા.સૌ પ્રથમ વાત કરીએ ટીવીની ઓજી નાગિન અને બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયની. મૌની અને બિઝનેસમેન સૂરજ નામ્બિયારે જાન્યુઆરી 2022માં ગોવામાં બંગાળી અને મલયાલી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 4 વર્ષ બાદ પરસ્પર સહમતિથી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો.

13 મે 2026ના રોજ બંનેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના છૂટાછેડાની પુષ્ટિ કરી અને ચાહકોને પ્રાઈવસીની અપીલ પણ કરી. છૂટાછેડા પછી સૂરજે ઇન્સ્ટાગ્રામ પરથી લગ્નની તસવીરો પણ ડિલીટ કરી દીધી હતી, જેણે ફેન્સને વધુ હેરાન કરી દીધા હતા.હવે વાત કરીએ મશહૂર એક્ટ્રેસ હંસિકા મોટવાનીની. હંસિકાએ ડિસેમ્બર 2022માં બિઝનેસમેન સુહેલ ખટુરિયા સાથે શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. પરંતુ હવે બંનેના રસ્તા અલગ થઈ ગયા છે

. માર્ચ 2026માં બંનેના છૂટાછેડા ફાઈનલ થઈ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે બંને લાંબા સમયથી અલગ રહી રહ્યા હતા અને કદાચ અવારનવાર થતા વિવાદો અને ઝઘડા જ છૂટાછેડાનું કારણ હતા. ખાસ વાત એ રહી કે હંસિકાએ કોઈપણ પ્રકારની એલ્યુમની (ભરણપોષણ) લેવાનો સાફ ઈનકાર કરી દીધો.ત્યાં જ બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્માએ પણ તેના પતિ તુષાન ભિન્ડીથી અલગ થવાની પુષ્ટિ કરી દીધી છે. એવલિન અને તુષાને વર્ષ 2021માં લગ્ન કર્યા હતા

અને તેમને બે બાળકો છે – દીકરી અવા રાનિયા ભિન્ડી અને દીકરો આર્ન. છૂટાછેડા પછી એવલિને કહ્યું કે ભલે સંબંધ ખતમ થઈ ગયો હોય, પરંતુ બંને મળીને બાળકોનો ઉછેર કરશે. સોશિયલ મીડિયા પર લોકોએ તેમના આ મેચ્યોર નિર્ણયના ખૂબ વખાણ કર્યા છે.હવે ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ્સમાંથી એક જય ભાનુશાળી અને માહી વિજની વાત કરીએ. બંનેએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા અને લગભગ 14 વર્ષ સુધી સાથે રહ્યા. પરંતુ જાન્યુઆરી 2026માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો.

તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમના સંબંધમાં કોઈ વિલન નથી અને તેઓ હંમેશા મળીને પોતાના બાળકોની જવાબદારી નિભાવશે. 9 વર્ષ પછી જય-માહીએ પેરન્ટહુડની સફર શરૂ કરી હતી. જોકે આ પહેલા કપલે વર્ષ 2017માં બે બાળકોને દત્તક લીધા હતા, પરંતુ 2019માં આઈવીએફ દ્વારા માહીએ દીકરી તારાને જન્મ આપ્યો હતો.જ્યારે સૌથી ચોંકાવનારા સમાચાર તમિલ સુપરસ્ટાર અને હવે સીએમ બની ચૂકેલા સી. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતાને લઈને આવ્યા છે.

બંનેના લગ્ન વર્ષ 1999માં થયા હતા અને તેમને બે બાળકો છે. પરંતુ હવે અહેવાલો અનુસાર, સંગીતાએ ફેબ્રુઆરી 2026માં છૂટાછેડાની અરજી આપી દીધી છે અને મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે. રિપોર્ટ્સ મુજબ વિજયના અભિનેત્રી ત્રિશા કૃષ્ણન સાથેના એક્સ્ટ્રા મેરિટલ અફેરને કારણે સંગીતાએ છૂટાછેડા ફાઈલ કર્યા છે.હાલમાં વર્ષ 2026માં તૂટી રહેલા આ સંબંધોએ ચાહકોને ચોક્કસપણે હેરાન કરી દીધા છે.બ્યુરો રિપોર્ટ E2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *