ઓળખ માંથી જ્ઞાતી ધર્મ અને અટક કાઢવા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરનાર યુવતી કોણ છે ? જાણો...

ઓળખ માંથી જ્ઞાતી ધર્મ અને અટક કાઢવા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરનાર યુવતી કોણ છે ? જાણો…

Breaking

ગુજરાત હાઇકોર્ટમાં એક યુવતીએ સૌ પ્રથમ વાર અનોખી અરજી કરી છે તેને પોતાના નામ પાછડ ધર્મ અને જ્ઞાતી હટાવવાની માગં કરી છે જે યુવતી વિશે જાણીને લોકો ચોંકી ગયા છે હિન્દુ બ્રાહ્મણ સમાજમાંથી આવતી કાજલ મંજુલા નામની આ યુવતી મુળ ચોરવાડ ની વતની છે અને હાલ સુરત શેલ્ટર હોમમાં રહે છે તેમને ગુજરાત હાઇકોર્ટમાં અરજી.

કરી છે કે મારા નામ પાછળથી અટક અને જ્ઞાતિને કાઢવામાં આવે હાઇકોર્ટમાં તેમનો કેસ વકીલ ધર્મેશ ગુજ્જર લડી રહ્યા છે મીડિયા સાથે તેમને વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આ પહેલી મહિલા છે જેને આ પ્રકારની અરજી કરી છે ધર્મેશ ગુજ્જરે વધારે જણાવ્યું કે હું એમનો કેસ લેતા પહેલા સહમત થયો હતો કારણ કે ભારતમાં એવા ઘણા બધા લોકો છે.

જે ધર્મ અને જ્ઞાતિ ના કારણે પરેશાન છે એમાં પણ જો એક બ્રાહ્મણ યુવતી આ પ્રકાર ની અરજી આપી પહેલ કરે તો તે સમાજમાં ઘણો ફરક પાડી શકે છે મદ્રાસ હાઇકોર્ટે પણ એક મહિલાને નો કાસ્ટ નો રીલીઝન આ પ્રકારનું સર્ટિફિકેટ આપ્યું હતું તેમને જણાવ્યું હતું કે જો આ પ્રકારનું સર્ટિફિકેટ મળે તો આધાર કાર્ડ.

પાસપોર્ટ સહિત અન્ય ઓળખના પુરાવા માંથી ધર્મ અને જ્ઞાતિ નીકળી જાય જેનાથી કોઈ જ્ઞાતિ વિષયક સવાલો ના કરી શકે મીડિયા સાથેની વાતચીતમાં અરજદાર કાજલ મંજુલાએ જણાવ્યું હતું કે મારા નામ પાછળ જે જ્ઞાતિ અને અટક લાગે છે તેના કારણે હું વ્યતિથ થવું છું અને એનાથી લોકો મને અલગ કરે છે.

મારે ધર્મ કે જ્ઞાતિ જોઈતા નથી મારે માત્ર માણસ બનવું છે કાજલ ના પિતા એક શિક્ષક હતા કાજલ નો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો કાજલે જણાવ્યું હતું કે ચોરવાડ જેવા નાના ગામમાં ધર્મ જ્ઞાતિ જાતિ નું ખુબ મહત્વ હતું મારા માતા પિતા શિક્ષક શિક્ષિકા હતા અન્ય જ્ઞાતિના લોકો સાથે બેસવા જાય તો લોકો ખૂબ ટીકા કરતા હતા.

પરંતુ મારા માતા પિતા આ વાત માનતા નહોતા કાજલ જે સમયે નાની હતી ત્યારે તેમની માતા મંજુલાબેન નું દેહાંત થયું હતું ત્યારબાદ કાજલ અને તેના ભાઈને ઉછેરવાની જવાબદારીથી લોકોના દબાણથી કાજલ ના પિતાએ બીજા લગ્ન કર્યા હતા પરંતુ તેની સાવકી માં નાતજાતમાં ખૂબ માનતી હતી જેના કારણે કાજલ સાથે.

ઘણીવાર વિખવાદ થતો હતો કાજલ અને પોતાના બાળકો વચ્ચે તે ખૂબ જ ભેદભાવ રાખી ઝગડો કરતી હતી જેના કારણે કાજલ ના પિતાએ તેને ધોરણ 11 થી અમદાવાદ ભણવા માટે મોકલી કાજલ ની માતા મંજુલાબેન ની ખાલી પડેલી જગ્યા પર તેના ભાઈએ નોકરી માટેની અરજી રાખી કાજલ ની.

જાણ બહાર હોવાથી કાજલ અને તેના ભાઈ વચ્ચે વિખવાદ થયો કૌટુંબિક વિખવાદો ના કારણે કાજલ ની નોકરી છૂટી ગઈ અને તેને આઇટી માં એમ એસ સી કર્યું કાજલ એ પોતાની વેદના ને અભિવ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું જ્યારે અન્ય કોઈ લોકોને સાથે જમવા બેસવું તેમના ટિફિનમાં ખાવું ત્યારે.

ઘણા બધા લોકોને વાંધો હતો મારા જ સમાજના બ્રાહ્મણ મારાથી દૂર રહેતા હતા અને મારી જ્ઞાતિમાં મને બદનામ કરવા લાગતા હતા છેવટે હું કંટાળી ગઈ મને નાત જાતના આ ભેદભાવો નહોતા ગમતા તેના કારણે હું ઘેર છોડી અને સુરત શેલ્ટર હોમમાં રહેવા આવી ગઈ પરંતુ અહીંયા પણ.

એજ સ્થિતિ જોવા મળે છે મને નોકરી આપતા પહેલા એમ કહે છે કે બ્રાહ્મણ છે એ છતા પણ શેલ્ટર હોમમાં રહે છે મને એ લોકો ખૂબ જ જુદી દ્રષ્ટિએ જુએ છે જેના કારણે મેં હવે નક્કી કર્યું છે કે મારા નામ પાછળથી જ્ઞાતિ અને ધર્મ કાઢી નાખવા છે કાજલ મંજુલાએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *