તમે આંખો પર પાટા બાંધી અલગ અલગ કરતબ કરતા લોકો તો જોયા જ હશે પણ શું ક્યારેય કોઈ એવા વ્યક્તિને જોયો છે જે આંખે પાટા બાંધી માત્ર શબ્દોની સુગંધથી શબ્દો વાંચી શકે?ક્યારે એવા વ્યક્તિને જોયો છે જે આંખે પાટા બાંધી સાયકલ ચલાવી શકે.
હાલમાં એક બાળકનો કિસ્સો સામે આવ્યો છે જે આંખે પાટા બાંધી બધા જ કામ કરી શકે છે.આ બાળકનું નામ છે સંકેત રૂપારેલિયા ગોંડલમાં પોતાના માતાપિતા સાથે રહેતો સંકેત માત્ર ૧૨ વર્ષની ઉંમરમાં આંખે પાટા બાંધી અનાજની ઓળખ કરી શકે છે, ચલણી નોટનો કલર તેમજ તેના ઉપરના આંકડા વાંચી શકે છે,પુસ્તકના શબ્દો વાંચી શકે છે.
મહત્વની વાત તો એ છે કે આ કોઈ કુદરતની આપેલી ભેટ નથી પરંતુ સંકેતે જાતે વિકસાવેલી કાળા છે.મહામારી દરમિયાન જ્યા દુનિયા ઘરમાં પુરાઈ ટીવી સાથે ટાઇમ પાસ કરી રહી હતી તે દરમિયાન સંકેતે જાત મહેનતે પોતાનામાં આ કળા વિકસાવી છે.
જાણકારી અનુસાર સંકેતે મહામારી દરમિયાન ટ્રેનર પાસે ટ્રેનીંગ લેવા પ્રયત્ન કર્યો હતો જોકે પહેલા ટ્રેનર સંકેતને ટ્રેનીંગ આપવા ના કહી હતી પરંતુ એક ટાસ્ક બાદ તેની ટ્રેનીંગ શરૂ થઈ હતી.જણાવી દઈએ કે આ કલાગીરીની સાથે સાથે અન્ય ઘણી બધી કલાગીરીમાં ખૂબ જ માહીર છે.
તે સંસ્કૃતના શ્લોક કડકડાટ બોલી શકે છે. આ સાથે સાથે તે દરરોજ અડધો કલાક તબલા વગાડવાની પણ પ્રેક્ટિસ કરી રહ્યો છે ભજન અને ગીત સાથે સંકળાયેલા તમામ વાજિંત્રોને વગાડવાની આવડત ધરાવે છે તે હવામાં શંખનાદ પણ કરે છે.
આ સાથે સાથે સવારે ઊઠીને સૌથી પહેલા નાઈ ધોયા બાદ હવન પણ કરે છે. અને ત્યાર પછી જ તે અન્ય કામોની શરૂઆત કરે છે વાત કરીએ સંકેતના પિતા વિશે તો નાનજીભાઈ રૂપારેલીયા ગૌશાળા સાથે જોડાયેલા છે. તેમની ગૌશાળા ની અંદર કુલ ૧૫૦જેટલી ગાયો છે.