Cli
know about this gulkand

પાલીતાણાનું ગુલકંદ મટાડી શકે છે તમારા અનેક રોગ ! જાણો તેની આ ખાસિયત વિષે…

Breaking

તમે ગુલકંદ તો અનેકવાર ખાધું હશે,ક્યારેક પાનમાં નાખીને,ક્યારેક દૂધમાં કે શરબતમાં નાખીને ગુલકંદ ની મજા લીધી હશે ક્યારેક ગુલકંદ ની મીઠાઈ કે આઈસ્ક્રીમ પણ તમે જરૂરથી ખાધો હશે પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધુ ગુલકંદ ક્યા અને કેવી રીતે બને છે અને એ ગુલકંદ ક્યા વહેચાય છે.

એક જાણકારી અનુસાર ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પાલિતાણામાં ગુલકંદનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.પાલિતાણામાં વર્ષે અંદાજિત ૧૦ થી ૧૫ ટન ગુલકંદ નું ઉત્પાદન થાય છે અહીંના લગભગ ૫ થી ૬ ઉત્પાદકો અસલ ગુલકંદનું ઉત્પાદન કરે છે. જે પાલીતાણા ના  વેપારીઓમાં તો વહેચાય છે સાથે જ વિદેશોમાં પણ તેની માંગ છે.

પાલીતાણામાં અસલ ગુલાબનું વાવેતર થાય છે જેને કારણે અહી કોઈપણ ભેળસેળ વિનાના ગુલકંદ નું ઉત્પાદન કરી શકાય છે.અહીંના ઉત્પાદકો ગુલાબ તોડી તેની પાંખડીઓ નીકળ્યા બાદ તેને એક મોટા ચાળના વડે ચાળી લેતા હોય છે જેથી ફૂલ સાથેનો વધારોનો કચરો નીકળી જાય.

જે બાદ આ પાંખડીઓને ખડી સાકાર સાથે એક મશીનમાં નાખી બંનેનું મિશ્રણ તૈયાર કરી તેને થોડા દિવસ સુધી તડકામાં મૂકી રાખે છે જે બાદ અસલ ગુલકંદ તૈયાર થાય છે.પાલીતાણા ના ગુલાબ માંથી બનેલ ગુલકંદ સહિત ત્યાંના ગુલાબજળની પણ ખૂબ જ માંગ હોય છે.

જણાવી દઇએ કે અસલ ગુલકંદ થી અનિદ્રા,કબજિયાત,મોઢામાં ચાંદા પડવા જેવી તકલીફોથી રાહત મેળવી શકાય છે.સાથે જ એસિડિટી,થાક, ખાટા ઓડકાર,માનસિક તાણમાં પણ ગુલકંદ ફાયદાકારક છે.આ સિવાય ગુલકંદ થી આંખોની રોશનીમાં વધારો થાય છે,યાદશક્તિમાં વધારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *