બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝની ખુબસુરત અભિનેત્રી એક સમયે બોલીવુડની સુપરહિટ અભિનેત્રી હતી તે ભલે અત્યારે રૂપેરી પડદાથી દૂર છે પરંતુ લાખો દિલોની ઘડકન છે અત્યારે રેખા 66 વર્ષની થઈ છે પરંતુ હજુ સુધી જવાન લાગે છે અત્યારે રેખાની માંગમાં હમેશા સિંદૂર દેખાય છે ઘણા લોકોનું એવું કહેવું છે કે આ સિંદૂર અમિતાભ બચ્ચનનું લગાવે છે પણ આનો ખુલાસો રેખાએ કર્યો છે તે સિંદૂર કેમ ભરે છે.
અભિનત્રી રેખા સૌથી પહેલા પોતાની માંગમાં સિંદૂર ભરીને 1980માં રૂશી કપૂરના લગ્નમાં દેખાઈ હતી રેખાને સિંદુરમાં જોતા લોકો એકદમ હેરાન થઈ ગયા હતા આ લગ્નમાં અમિતાભ અને જ્યા બન્ને હતા આ જોઈને જ્યા પણ ઘબરાઈ ગયી હતી એ સમયે ખબર ઉડી હતી કે રેખાએ અભિનેતા અમિતાભ બચ્ચનના નામનું સિંદૂર લગાવ્યું હતું.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન રેખાને પૂછવામાં આવ્યું હતું કે તમે સિંદૂર કેમ ભરો છો ત્યારે એમણે જણાવ્યું હતુંકે તે સિંદૂર કોઈના નામનું નથી ભરતી પરંતુ પોતાની માંગમાં સિંદૂર એક ફેશન માટે ભરે છે અને સિંદૂર ભરવું સારું લાગે છે અને મેકઅપ સાથે શૂટ પણ થાય છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એક સમયે અમિતાભ બચ્ચન અને રેખાના લગ્નની અફવાઓ બહુ ઉડી ચુકી છે.