Cli
બાહુબલી નો સેટ જાણે ભગવાન શિવનો ધોધ જાણે, ગુજરાતનું આ સ્થળ તે રાજકોટ જિલ્લા નું પાટણવાવ ગામ...

બાહુબલી નો સેટ જાણે ભગવાન શિવનો ધોધ જાણે, ગુજરાતનું આ સ્થળ તે રાજકોટ જિલ્લા નું પાટણવાવ ગામ…

Uncategorized

બાહુબલી ફિલ્મ આપે બધાએ જોયું હસે જેમાં પાણી નો ધોધ ભગવાન ના શિવલિંગ પર પડેછે એ નજારો જોતા મન એક દમ પ્રફુલ્લીત થઈ જાય છે આવા કુદરતી દ્રશ્ય જોવા માટે લોકો હંમેશા આતુર રહેછે તો મિત્રો આ સેટ નહીં પણ વાસ્તવમાં તમને આપણા જ ગુજરાત માં જોવા મળે તો હાલ સોશિયલ મીડિયામાં.

રાજકોટના ધોરાજીમાં આવેલા પાટણવાવ ગામનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પ્રકૃતિની ભરમાર જોવા મળી રહી છે ઊંચા ડુંગર ઉપરથી પડતો ધોધ લોકોનું મન મોહી રહ્યો છે અને પ્રવાસીઓ પણ આ સ્થળનો આનંદ માણવા માટે પહોંચી રહ્યા છે હમણાં રાજકોટ જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી.

મુશળધાર ધાર વરસાદ વરસી રહ્યો હતો અને આ વરસાદનો અદભુત નજારો પાટણવાવ ગામની પાસે આવેલા ઓસમ ડુંગર ઉપર જોવા મળ્યો હતો ઓસમ ડુંગર ઉપરથી વહેતા ધોધે લોકોમાં કુતૂહલ જગાવ્યું હતું આ જોવા માટે લોકો દુર દુરથી આવી રહ્યા હતા ઘણા લોકોએ આ હરીયાળી અને કુદરતી દ્રશ્ય ના વિડીઓ બનાવ્યા હતા.

જેને શેર કરતા લોકોમાં ઉત્સાહ વધતા સમગ્ર ગુજરાત ના લોકો આવવા લાગ્યા દર્સનાથીઓ માટે ઓસમ ડુંગર ઉપર આવેલું સ્વંયમભુ ટપકેશ્વર મહાદેવનું મંદિર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીં ફરતી બાજુ હરિયાળી અને મહાદેવના દર્શનથી ભક્તો પાવન થઇ જાય છે સાથે જ ચોમાસામાં જોવા મળેલા આ નયનરમ્ય દૃશ્યથી.

અહીંયા આવનારા દરેકના મન પણ પ્રફુલ્લિત બની જાય છે ઉપરાંત ઓસમ ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર હિડંબાનો હિંચકો તળાવ સહિતના જૈન ધર્મની આસ્થા સમી ધાર્મિક જગ્યાઓ આવેલી છે લોક માન્યતા અનુસાર પાટણવાવ ગામ પાસે આવેલા આ ઐતિહાસિક ઓસમ પર્વત પર મહાભારત વખતના.

અનેક અવશેષો આજે પણ હાજર છે કહેવાય છેકે પાંડવો વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રહ્યા હતા તેમના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી તેથી ભીમની આંખ તેની સાથે મળી ગઈ હતી એવું પણ કહેવામાં આવે છે કે બંનેના પ્રેમલાપ દરમિયાન ભીમે હિડમ્બાને હિચકો જોરથી નાંખતા.

હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી તળેટીમાં પડતા હિડમ્બાના હા!ડકા ભાંગી ગયેલા અને તેથીજ આ જગ્યા પર ગામનું નામ હાડફોડી પડેલું જે ગામ આજે પણ તળેટીમાં તમને જોવા મળશે અહીં આવેલ આ પર્વતની શિલાઓ સીધી સપાટ અને લીસ્સી હોવાથી માખણિયા પર્વત તરીકે પણ જાણિતો હતો વિહંગાલોકન કરતા ઓમ.

આકારનો પર્વત દૃષ્ટીમાન થતાં ઓમ સમ ઓસમ પર્વતના નામથી વર્તમાન સમયમાં ઓળખાય છે ઓસમ પર્વત પર દર વર્ષે ભાદરવી અમાસથી ત્રિદિવસીય મેળો માત્રી માતાજીના સાનિધ્યમાં યોજાય છે આ મેળાનું પાટણવાવ ગ્રામપંચાયત દ્વારા આયોજન કરવામાં આવે છે રાજકોટ થી અસરે ૧૦૯ કિલોમીટર આવેલ ધોરાજી તાલુકા આ સ્થળ ની મુલાકાત સ્વર્ગ ની અનુભૂતિ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *