કહેવાય છે કે ધર્મ ભેદભાવ છોડી એકતા કેવી રીતે જાળવવી તે અંગે જ્ઞાન આપે છે.કોઈપણ ધર્મ હમેશા આદરભાવ રાખતા શીખવતો હોય છે. પરંતુ ભારત દેશમાં ફેલાયેલા સાંપ્રદાયિક ધર્મો આ બાબતે કઈ અલગ જ મંતવ્ય ધરાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે.
હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી આવું જ એક ભેદભાવ ભર્યું વર્તન સામે આવ્યું છે.હાલમાં જ સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે.જેમના એકમાં હનુમાન સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતાં જોવા મળી રહ્યા છે.આ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ અન્ય એક ચિત્રમાં સહજાનંદ ભગવાન આસન પર બેઠા છે અને હનુમાન હાથ જોડી નીચે બેઠા છે તેવું દર્શાવવામાં આવ્યું છે.
હાલમાંઆ બાબતે સોશિયલ મીડિયામાં અલગ-અલગ લોકો દ્વારા વિરોધ પણ દર્શાવવામાં આવી રહ્યો છે.એવામાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અમરદીપ ગોહિલ કે જેવો હિન્દુ ધર્મને લઈને અનેકવાર વીડિયો બનાવતા હોય છે.તેમને પણ આ બાબત અંગે પ્રતિક્રિયા આપી છે.
અમરદીપ એ હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે હિન્દુ સંતોએ આ બાબતનો વિરોધ કરવો જોઈએ અને જો તેઓ ન કરી શકતા હોય તો તેમને શિવ કે રામનું નામ લેવાની જરૂર નથી.અમરદીપ એ કહ્યું સ્વામિનારાયણ સંપ્રદાય ૩૦૦ વર્ષ જૂનો છે જ્યારે હનુમાનજી તો હજારો વર્ષ પહેલા થયા છે.આ લોકો પોતાનો ધર્મ ઊંચો કરવા આપણા ધર્મને નીચો બતાવી રહ્યા છે.હનુમાન માત્ર રામના ભક્ત અને સેવક હતા બીજા કોઈના નહિ.
સાથે જ તેમને લોકોને પણ સ્વામિનારાયણ મંદિરમાં દાન આપતા પહેલા વિચાર કરવા કહ્યું.જણાવી દઈએ કે આટલા વિરોધ બાદ પણ સાળંગપુર મંદિરના સંચાલકો દ્વારા કોઈપણ નિવેદન આપવામાં આવ્યું નથી.