આર્યનના કેસમાં વારંવાર આવતા વળાંકો વિશે તો તમે જાણો જે છો આટઆટલી કોશિશ બાદ પણ ન તો વકીલ સતિષ માનશિંદે અને ન તો અમિત દેસાઈ આર્યનને જામીન અપાવવામાં સફળ થયા નથી હાલમાં કરવામાં આવેલી કોર્ટની સુનવણીમાં પણ ઘણી દલીલો છતાં કોર્ટે આ અંગે ૨૦ઓક્ટોબરે નિર્ણય આપવા જણાવ્યું છે.
ત્યારે લોકોનું એવું માનવું છે કે રજાઓના કારણે જજે તારીખ આગળ વધારી તો અમે તમને જણાવી દઈએ કે આ જ એક માત્ર કારણ નથી કેસની તારીખ આગળ વધારવા માટે એક મહત્વનું કારણ છે આર્યનના વકીલે કોર્ટમાં કરેલી દલીલો આર્યનને જલ્દીથી જલ્દી જામીન મળે તે માટે વકીલ સતિષ માનશિંદે અને અમિત દેસાઈ નવીનવી દલીલો કોર્ટમાં રજૂ કરી રહ્યા છે.
છેલ્લી સુનવણીમાં પણ તેમને કઈક આવું જ કર્યું હતું બંને વકીલે મળીને કુલ ૧૨એવા કેસોના ઉદાહરણ પોતાની દલીલોમાં આપ્યા જે આર્યનના કેસથી મળતા હોય અને તેમને જામીન મળ્યા હોય આ કેસમાં એક નામ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતીના ભાઈ શોવિકનું પણ હતું.
એક ખબર પ્રમાણે આ બધા કેસ વિશે સાંભળ્યા બાદ જજ વીવીપાટીલને આ કેસમાં સમજી વિચારીને નિર્ણય લેવાનો હતો જે માટે તેમને આ બધા જ કેસ વિશે સમજવું પડશે તે પરિસ્થિતિને સમજવી પડશે ત્યારબાદ જ તેઓ કોઈ નિર્ણય લઈ શકે છે અને આ જ એક મુખ્ય કારણ છે જેને લઇને કોર્ટે ૨૦ઓક્ટોબરે નિર્ણય આપવાનું નક્કી કર્યું છે.
જો કે આર્યનની સાથેસાથે કોર્ટમાં અરબાઝ મરચન્ટ અને મુનમુન ધામેચાના જામીનની પણ સુનવણી કરવામાં આવશે આ બધા કેસો એકસાથે મિક્સ થઈ ગયા હોવાથી જજને બધાનું વિચારીને નિર્ણય લેવો પડે એમ છે કેમકે જો એક ને જામીન આપે અને બીજાને ન આપે તો બીજો વાંધો ઉઠાવી શકે છે બાકી તમારું આ વિષે શું કહેવું છે જણાવી શકો છો.