હાલમાં મેવાતના નૂહ માં થયેલી ધાર્મિક હિંસા અંગે તો તમે જાણતા જ હશો.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્રિજમંડલ જળાભિષેક યાત્રા કાઢવામાં આવી રહી હતી આ યાત્રા ગુરુગ્રામ-અલવર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહોંચી હતી ત્યારે યુવાનોના એક જૂથે શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
હિં!સા વધતાં સરકારી અને ખાનગી વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા હિં!સા દરમિયાન ગાડીઓ પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા.એટલું જ નહિ તેમાં આગ પણ લગાવવામાં આવી હતી જે બાદપરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિઅર ગેસનો ઉપયોગ કર્યો હતો અને હવામાં ફાયરિંગ કર્યું હતું.
સાથે જ વધારાના સુરક્ષાકર્મીઓને પણ બોલાવવામાં આવ્યા હતા.આ ઘટના માં ૨૦ લોકોને ઈજા પહોંચી સાથે જ કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો આ હિં!સા કયા કારણસર શરૂ થઈ અથવા હિંસા અંગે પહેલાથી કોઈ પ્લાન હતો કે નહિ તે અંગે તો કોઈ ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી.
પરંતુ હાલમાં સામે આવેલી ખબર અનુસાર આ હિંસાના મુખ્ય આરોપી બીટ્ટુ બજરંગીની ધરપકડ કરવામાં આવી છે જાણકારી અનુસાર શોભાયાત્રા પહેલા બીટ્ટુ બજરંગીએ એક વીડિયો અપલોડ કર્યો હતો.
જેમાં તેણે નુહના લોકોને ચેતવણી આપી હતી કે જમાઈ આવી રહ્યો છે હાર લઈ સ્વાગત માટે તૈયાર રહેજો જેને કારણે આ હિંસા શરૂ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું હતું સાથે જ શોભાયાત્રા દરમિયાન બજરંગ દળના લોકો પહેલેથી જ હથિયાર સાથે તૈયાર હોવાની પણ ખબર સામે આવી હતી.
આ જ કારણે પોલીસ દ્વારા બીટ્ટુ ની ધરપકડ કરવામાં આવી છે.હાલમાં તેની ધરપકડનો એક વિડિયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસકર્મી તેને ઘસેડીને લઈ જતા જોવા મળી રહ્યા છે જોકે પોલીસ પૂછપરછ દરમિયાન બીટ્ટુ એ દરેક આરોપોને નકારી નાખ્યા છે.
તેનું કહેવું છે કે તે તમામ પરિવાર બાળકો સાથે યાત્રામાં નીકળ્યા હતા.સાથે જ તેને કહ્યું કે યાત્રા પૂરી કર્યા બાદ માત્ર ૫૦૦ કિમી અંતર પર પહોંચતા જ અમારા વાહન અમુક વ્યક્તિઓએ સળગાવી દીધા હોવાની જાણકારી મળી હતી બીટ્ટુએ કહ્યું અમારી પાસે તલવાર હતી પરંતુ લડાઈ માટે નહિ પૂજા કરવા માટે હતી.
જોકે ઉષા નામની પોલીસ કર્મી નો આરોપ છે કે તેમને યાત્રાના દિવસે બીટ્ટુને હથિયાર સાથે જોયો હતો અને તેને રોક્યો હતો પરંતુ તેને મહિલા પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો.જણાવી દઈએ કે આ જ પોલીસકર્મીએ બીટ્ટુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.