Cli
this teacher left job because

દેશમાં થઈ રહેલા બદલાવ વિશે બોલવું કરણ સાંઘવાન ને પડ્યું મોંઘુ.

Breaking

આજના સોશિયલ મીડિયા યુગમાં કોઈપણ વાત,વીડિયો વાયુવેગે વાયરલ થઈ જતી હોય છે એ તો તમે જાણતા જ હશો.આ વાયરલ થયેલ વીડિયો,પોસ્ટ પાછળની હકીકત જાણ્યા વિના જ લોકો પોતાની સમજ પ્રમાણે મત આપવાની કે આક્ષેપ લગાવવાની શરૂઆત પણ કરી દેતા હોય છે.

હાલમાં આવું જ કઈ થઈ રહ્યું છે જાણીતી શૈક્ષણિક સંસ્થા અનએકેડમીના એક શિક્ષક સાથે.આ શિક્ષક ને દેશમાં અનેક ક્ષેત્રમાં થઈ રહેલા બદલાવ વિશે પોતાના વિચાર રજૂ કરવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડી છે.

વિગતે વાત કરીએ તો અનએકેડમીના  શિક્ષક કરણ સાંઘવાન જેમને લો ક્ષેત્રે ઘણો સારો અનુભવ છે તેમને હાલમાં જ ક્રિમીનલ લો,સીઆરપીસી ક્લીઅરલી બ્રિટિશ આઇપીસી,ઇન્ડિયન એવિડન્ટ એક્ટ વગેરે માં અચાનક થયેલા ફેરફાર ને લઈને પોતાના વિચાર એક વીડિયોમાં રજૂ કર્યા હતા.

તેમને ૪૫ મિનિટ નો એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેમને કહ્યું મારી પાસે પણ ઘણી બધી નોટ્સ છે,મારી હાલત પણ એવી થઈ ગઈ હતી કે હું હસુ કે રડુ એ સમજાતું ન હતું.તેમને કહ્યું આગળથી વોટ આપતા સમયે ધ્યાન રાખજો, કોઈ એવા વ્યક્તિને વોટ આપજો જે શિક્ષિત હોય,સમજી શકતો હોય,નહિ કે એવા વ્યક્તિને જેને માત્ર નામ બદલતા જ આવડતા હોય.

કારણ સાંઘવાનનો આ વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો. જે બાદ લોકોએ કરણ તેમજ  અનએકેડમી સંસ્થા પર લોકોને મોદી સરકાર વિરુદ્ધ ઉત્તેજિત આરોપ લગાવવાની શરૂઆત કરી હતી.

એક વ્યક્તિએ ટ્વીટર પર લખ્યું તમે મોદીનો વિરોધ કરો પરંતુ શિક્ષણનો સહારો ન લઈ શકો. એટલું જ નહિ વીડિયો વાયરલ થયા બાદથી હેશટેગ અનઇન્સ્ટોલ અનએકેડમી ટ્રેડિંગ કરવા લાગ્યું હતું.

હાલમાં આ જ મુદ્દે વધુ એક ખબર સામે આવી છે.જે અનુસાર સંસ્થા દ્વારા વીડિયો વાયરલ થયા બાદ હાલમાં કરણને નોકરીમાંથી નીકાળી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *