Cli
know about this police facts

સાધુ વેશ ધરી સુરત પોલીસે કરી ૨૩ વર્ષ જૂના આરોપીની ધરપકડ…

Breaking

તમે ઘણીવાર ફિલ્મોમાં જોયું હશે કે આરોપીઓને પકડવા પોલીસ પણ આરોપી જેવા કામોમાં જોડાઈ જતી હોય છે અથવા તેમના જેવા જ વેશ ધારણ કરી લેતી હોય છે જે બાદ તેમને આરોપીને પકડવામાં સફળતા મળતી હોય છે.

હાલમાં આવો જ એક કિસ્સો હકીકતમાં સામે આવ્યો છે.હાલમાં સુરત પોલીસને આ જ રીત અપનાવા થી ૨૩ વર્ષ જૂના હા!ત્યાંના આરોપીને પકડવામાં સફળતા મળી છે.

વિગતે વાત કરીએ તો વર્ષ ૨૦૦૧માં રાકેશ પાંદા નામના વ્યક્તિએ પ્રેમ સંબંધમાં એક વ્યક્તિની હ!ત્યા કરી દીધી હતી.હ!ત્યા બાદ આરોપી પોલીસની પકડમાંથી બચવા અલગ અલગ જગ્યા પર અલગ અલગ વેશ ધારણ કરી રહેવા લાગ્યો હતો.

પોલીસ આ આરોપીને પાછલા કેટલાય સમયથી શોધી રહી હોવા છતાં સફળતા મળી રહી ન હતી.હાલમાં જ પોલીસને આ આરોપી અંગે બાતમી મળી હતી.આરોપી મથુરાના કોઈ આશ્રમમાં સાધુ વેશે રહેતો હોવાની જાણકારી મળતા જ પોલીસે એ દિશામાં પગલાં ભરવા વિચાર કર્યો.

પોલીસની એક ટીમે આરોપીને ફિલ્મી રીતે પકડવા પ્લાન બનાવ્યો.પોલીસે સાધુનો વેશ ધારણ કર્યો.એટલું જ નહિ પોલીસ સાધુ વેશે મથુરાના અલગ અલગ આશ્રમમાં સેવા આપવા લાગી હતી.

હાલમાં પોલીસને પોતાના આ પ્લાનમાં સફળતા મળી હોવાનું સામે આવ્યું છે.જાણકારી અનુસાર પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી લીધી છે સુરતનો આ કિસ્સો એવા લોકો માટે ધારદાર જવાબ છે જેઓ પોલીસને માત્ર પૈસાખાઉં કે ભ્રષ્ટાચારી જ માનતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *