મિત્રો આ વાત તમને કહી રહ્યા છીએ તે કોઈ ફિલ્મની સ્ટોરી નથી પરંતુ રિયલ લાઈફની સ્ટોરી છે પરંતુ ફિલ્મી સ્ટોરીથી કમ નથી આ વાત લગભગ 75 વર્ષ જૂની છે જ્યારે 1947ના ભાગલા દરમિયાન બે ભાઈઓ દયા સિંહ અને ગુલામ મુહમ્મદ ભારત અને પાકિસ્તાનની સરહદો પર અલગ થઈ ગયા હતા.
તેના બંને ભાઈઓ ક્યારેક બીજીવાર મળી શક્યા ન હતા પરંતુ પાકિસ્તાનના એક યુટ્યુબરે બંને ભાઈઓ ને મળાવ્યા છે યુટુબરે તેના માટે પ્રયાસ કર્યો અને તેમનો આ પ્રયાસ સફળ થયો હકીકતમાં 14-15 ઓગસ્ટ 1947ના વિભાજન પહેલા બંને ભાઈઓ હાલ હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના પેહોવા બ્લોકના બોધાની ગામમાં રહેતા હતા.
ત્યારબાદ 1947માં બંને ભાઈઓ દયા અને ગુલામ અલગ થઈ ગયા ગુલામ એ સમયે પાકિસ્તાન ગયો અને દયા ભારતમાં રહ્યો વર્ષ 1978 સુધી બંને પરિવારો વચ્ચે પત્રો દ્વારા વાતચીત થતી હતી પરંતુ તેના પછી પણ બંને મળી શક્યા ન હતા અને એકબીજાને જોયા વિના જ મૃત્યુ પામ્યા હતા ત્યારથી બંને ભાઈઓના પરિવારોને.
કોઈ સંપર્ક ન હતો બંને ભાઈનો પરિવાર અલગ રહેતા હતા પરંતુ ગુલામના પૌત્ર આદિલ તાહિરે થોડા દિવસો પહેલા ભાઈઓને મળવા માટે પ્રયાસ કર્યા અને તે પાકિસ્તાનના મશહૂર યુટ્યુબર નાસિરને મળ્યો અને તેને અવતાર સિંહની જૂની તસવીર બતાવી આ સિવાય તે તસવીર પણ બતાવવામાં આવી હતી.
જે દયા અને ગુલામે એકબીજાને પત્ર લખતી વખતે મોકલી હતી પાકિસ્તાની યુટુબરે અપલોડ કરેલ વિડિઓ દયાસિંહનો પરિવાર જોઈ ગયો હતો અને એમના કાકાની યાદો એમનો પરિવાર ઓળખી ગયો હતો તેના બાદ બંને ભાઈઓનો પરિવાર ફરીથી મળી ગયો હતો આ સોસીયલ મીડિયા દ્વારા મળેલા પરિવારમાં ખુશીનો કોઈ પાર નથી રહ્યો.