બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ હવે રિલીઝ થશે કે નહીં તે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે આ ફિલ્મને લઈને વિવાદ દિન પ્રતિદિન વધતો જણાય છે શાહરુખ ખાનની ફિલ્મ પઠાનનું બેશરમ રંગ સામે આવતા દિપીકા પાદુકોણ ની ભગવા બીકીની પર ઘણા હિન્દુ સગંઠન ના.
લોકોએ આપત્તિ જણાવીને ખુબ વિરોધ કરી ફિલ્મ ના પોસ્ટર સળગાવી ને આ ફિલ્મ નો બહીસ્કાર કર્યો હતો અને આ ફિલ્મ ને સતત બેન કરવાની માગં કરતા રોડ પર ઘણા લોકો ઉતરી આવ્યા છે ઘણા રાજનેતાઓએ પણ પોતાના રાજ્યમાં આ ફિલ્મ ને રીલીઝ નહીં થવા દેવાની ચીમકી પણ આપી છે હવે આ ફિલ્મ ને લઈ.
ચોંકાવનારા સમાચાર આવ્યા છે ઘણા મુસ્લિમ સંગઠનના લોકો પણ આ ફિલ્મનો વિરોધ દર્શાવી રહ્યા છે ઓલ ઇન્ડિયા મુસ્લિમ કમિટી અને ઉલેમા બોર્ડ એ આ ફિલ્મ નો વિરોધ કરીને જણાવ્યું છે કે મુસ્લિમ ધર્મનો મજાક બનાવવા ની અનુમતી કોઈને નથી ચાહે એ શાહરુખ ખાન હોય કે બીજો કોઈ ખાન આ ફિલ્મ વિશે તેમને જણાવ્યું છેકે આ.
ફિલ્મ ના સીન થી મુસ્લિમ ધર્મની લાગણીઓ પણ દુભાઈ છે પઠાન પુરા મુસ્લિમ સમાજમાં સૌથી સન્માનિત દરજ્જો ધરાવે છે આ ફિલ્મ માત્ર પઠાણને નહીં પરંતુ મુસ્લિમ સમાજનુ અપમાન કરવામાં આવી રહ્યું છે ફિલ્મ નું નામ પઠાન છે જેમાં મહીલાઓ અશ્ર્લીલ ડાન્સ કરતી જોવા મળે છે આ ફિલ્મોમાં પઠાણને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે.
આ ફિલ્મોને લઈને હિન્દુ અને મુસ્લિમ ધર્મના દરેક લોકોએ વિરોધ દર્શાવ્યો છે દીપિકા પાદુકોણ ના ભગવા રંગનો જ્યારે હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે ત્યારે શાહરુખ ખાનને અશ્લીલ હરકતોનો વિરોધ મુસ્લિમ સંગઠનો કરી રહ્યા છે આ ફિલ્મ રિલીઝ પહેલા વિવાદોમાં આવી ચૂકી છે આ ફિલ્મને રિલીઝ થતા કેટલો વિવાદ સામે આવે છે તે જોવું રહ્યું.