હવે કોઈપણ બોલીવુડ મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચનની ફોટો વિડિયો તેમના અવાજ કે પર્સનાલિટી નો ઉપયોગ પોતાના પ્રોડક્શન માટે કરે તો તે જેલ જઈ શકે છે કારણ કે આનો અધિકાર હવે માત્ર અને માત્ર અમિતાભ બચ્ચનના પાસે આવી ગયો છે બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને હાઇકોર્ટમાં.
એક અપિલ કરી હતી કે મારું નામ મારા અવાજ મારી પર્સનાલીટી ના રાઇટ્સ મારી પાસે આવવા જોઈએ કારણકે હું એક મોટી સેલિબ્રિટી છું લોકો પોતાના પ્રોડક્શન નો પ્રચાર અનલીગલ તરીકે મારી તસવીરો થી કરે છે જેનાથી ઘણા લોકો ની સાથે છેતરપિંડીના કીસ્સાઓ પણ બને છે થોડા સમય પહેલા.
કોઈ વ્યક્તિ એ અમિતાભ બચ્ચનના નામે લોટરીની ટીકીટ કાઢી હતી અને તેમાં અમિતાભ બચ્ચન ના ફોટો સાથે કેબીસી ના લોગો પણ લગાડેલા હતા જે પોસ્ટર થી લોકો ની સાથે બનાવટ કરવાનુ કામ ઘણા લોકો કરી રહ્યા છે જે લોટરીના ખોટા મેસેજો લોકોના મોબાઈલમા મોકલવામાં આવતા હતા.
જેના કારણે અમિતાભ બચ્ચને હાઇકોર્ટમાં અપીલ કરી છે તેઓ એવું નથી ઇચ્છતા કે તેમના નામે કોઈ લોકોની સાથે છેતરપિંડી કરે તેઓ પોતાની વ્યક્તિગત ઓળખને બગાડવા નથી માગંતા તેઓ પોતાના ફેન્સ અને લોકોની સાથે થતી છેતરપિંડી કરનાર ને હવે જેલના સળિયા પાછળ ધકેલી દેવા તૈયાર થયા છે.