સામાન્ય રીતે ભારતભર માં પાણીપુરી નો વ્યાપાર ખુબ જ વિકાસ પામી રહ્યો છે પાણીપુરી ને પકોડી પણ કહેવામાં આવે છે પાણીપુરી ખાવી એ લોકોની એક આગવી પસંદ છે અને મુખ્યત્વે પકોડી ખાવાની મહિલાઓ વધુ પસંદ કરે છે જ્યાં પણ પાણીપુરી ની લારી જોવા મળે ત્યાં મહીલાઓ ની ભિડ જોવા મળશે.
પકોડી ખાવી એ મહીલાઓ ની પહેલી પસંદ હોય છે પરંતુ અહીં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં રોજ પાણીપુરી ખાવા જતી એક યુવતીને પાણીપુરી વેચતા ભૈયા સાથે પ્રેમ થઇ જતાં તે પાણીપુરી વેચનારા ભૈયા સાથે ફરાર થઈ ગઈ છે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે સમગ્ર ઘટના અનુસાર.
ઝારખંડ ના ગીરીડીહ વિસ્તારમાં માં એક યુવતી ને રોડ પર પકોડી ની લારી ચલાવતા યુવક સાથે રોજ પકોડી ખાવા જતાં પ્રેમ થઈ ગયો રોજ તીખી પકોડી પ્રેમની મીઠી પકોડી બની અને પોતાના પરીવારજનો પાસે પકોડી ખાવાનુ બહાનું કરીને તે પકોડી વાળા ભૈયા સાથે મળવા જવા લાગી એકબીજાનો પ્રેમ ખૂબ જ વધતો ગયો.
અને આ બંનેના પ્રેમનો એક અનોખું સ્વરૂપ સામે આવ્યું પકોડી મૂકીને બંને એકબીજા ની સાથે ફરાર થઈ ગયા યુવતીના પરીવારજનો એ ગીરીડીહ પોલીસ સ્ટેશનમાં એ ડીવીઝન માં પકોડી વારા ભૈયા વિરુદ્ધ પોતાની દિકરીને ભગાડીને લઈ જવાની ફરીયાદ નોંધાવી છે પોલીસે તેના ઘેર તપાસ કરતા તેના પરીવારજનો ની પુછપરછ કરીને મોબાઇલ નંબર ના આધારે.
લોકેશન મેળવવા નો પ્રયત્ન હાથ ધર્યો છે હજુ સુધી પકોડીનો વેપાર કરતો યુવક અને યુવતીની કોઈ ખબર મળી નથી આ ઘટના માં ચોંકાવનારી બાબત એ છે કે બંને જ્યારે ફરાર થયા એ સમયે પકોડી ની લારી ચાલુ હતી અને પોતાનો ચાલુ વેપાર છોડી ને ધોળાં દિવશે આ પ્રેમી પંખીડા ઓ ફરાર થઈ જતાં આ સમગ્ર મામલો ગિરિડીહ વિસ્તારમાં ખુબ ચર્ચાઓ માં આવી ગયો છે.