સરકારના અનેક પ્રયત્નો છતાં પણ ભ્રષ્ટાચાર રોકાઈ નથી રહ્યો લાંચ લેવા માટે અધિકારીઓ નવા નવા કિમીયા અજમાવતા હોય છે
હાઈ ફાઈ જીવન જીવવા માટે ઘણા સરકારી કર્મચારીઓ ને સરકાર દ્વારા આપવામાં આવતો પગાર ઓછો પડે છે પોતાના શાહી જીવન જીવવાના અભરખા થી તેઓ લાચં લેતા પણ જોવા મળે છે.
એવો જ બનાવ ગુજરાતના નર્મદા જીલ્લામાંથી સામે આવ્યો છે નરખડી ગામ પંચાયત માં તલાટી નીતા પટેલ પાસે ગામના એક ખેડુતે પતરાના શેડ વાળી ઓરડી અને ઘર નંબર ફાળવવા માટે જરૂરી મંજૂરી લેવા માટે નળખડી ગામ પંચાયત ના તલાટી કમ મંત્રી નીતા પટેલને રજુઆત કરી હતી પરંતુ નીતા પટેલે.
ખેડૂત પાસેથી એક લાખની માંગણી કરી હતી અને એ રૂપિયા પોતાના હાથમાં નહીં પરંતુ ગાંધીનગરમાં જ્ઞાન એકેડેમી ચલાવતા મહેશભાઈ આહજોલીયા ને કુરિયર મારફતે મોકલવા માટે ખેડુતને જણાવ્યું હતું સેક્ટર 6 માં જ્ઞાન એકેડમી ચલાવતો મહેશ આહજોલીયા નીતા પટેલનો સાથી હતો અને લાચંના તમામ રુપીયાનો વહીવટ મહેશ કરતો હતો.
આ પહેલા તે સરકારી નોકરીયાત હતો રાજીનામું આપી તેને એકડમી શરુ કરી હતી નીતા પટેલ આ દરમિયાન ખેડૂતને જણાવ્યું હતું કે હું દશ હજારના ના માત્ર ચપ્પલ જ પહેરું છું આ નોકરી હું શોખ ખાતર કરું છું તેને ખેડૂતને દમ મારતા રકમ ઓછી ન કરતા એક લાખની માગણી કરી હતી ખેડૂત અરજદારે આ મામલે સુરત એલસીબી માં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે પ્લાન બનાવીને.
આરોપી નીતા પટેલ અને તેના સહભાગી મહેશ ને રંગે હાથ પકડી લીધા હતા અને તેમના વિરુદ્ધ લાંચ લેવાનો ગુનો દાખલ કર્યો હતો નીતા પટેલ નો ઘમંડ એ છતાં પણ ઓછો થયો નહોતો તેને રુપીયા આપીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાશ કર્યો હતો પરંતુ સુરત પોલીસે આ મામલે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરીને તેને પ્રામાણિકતા નો સંદેશ આપ્યો હતો.