Cli
14 વર્ષના પુત્રના મૃતદેહને પિતા 25 કિલોમીટર લઈને ચાલ્યા, વિનંતી કરી છતાં એમ્બ્યુલન્સ ન આપવામાં આવી...

14 વર્ષના પુત્રના મૃતદેહને પિતા 25 કિલોમીટર લઈને ચાલ્યા, વિનંતી કરી છતાં એમ્બ્યુલન્સ ન આપવામાં આવી…

Breaking

ઉપરપ્રદેશના પ્રયાગરાજ માં એક માનવતાને શરમાવે તેવી ઘટના બની છે હૉસ્પિટલ પ્રશાસનની માનવતા કેવી રીતે પુરી થઈ ગઈ છે તેનો અંદાજ આ રડાવી તેવી તસ્વીર જોઈને તમે લગાવી શકો છો યુપીના પ્રયાગરાજમાં એક પિતા પોતાના 14 વર્ષના પુત્રને ઉંચકીને 25 કિલોમીટર સુધી ચાલ્યા હતા આ મામલો પ્રયાગરાજના સંગમનગરીનો છે.

પિતા પોતાના પુત્રને ખભા પર ઉઠાવી લીધો તમે સાંભળ્યું હશે પરંતુ અહીં પોતાના 14 વર્ષના પુત્રનો મૃતદેહને ખભા પર ઉંચકીને 25 કિલોમીટર ચાલવું પડે તો મિત્રો વાત કેટલી હદે ગઈ હશે જ્યારે આવી તસવીરો આવે છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છેકે શું અધિકારીઓ અને મંત્રીઓના બધા નિરીક્ષણો માત્ર દેખાવ છે.

મીડિય રિપોર્ટ મુજબ મંગળવારે પિતા પોતાના 14 વર્ષના પુત્રની સારવાર કરાવવા માટે SRN હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ સારવાર દરમિયાન જ એમના પુત્રનું નિધન થયું હતું પુત્ર નિધન પામ્યો પરંતુ એ પિતા જોડે એટલા પૈસા ન હતા કે પોતાના પુત્રને કોઈ ગાડીની વ્યવસ્થા કરીને મૃતદેહને ઘરે લઈ જાય પૈસા ન હોવાથી લાચાર.

પિતા પુત્રના મૃતદેહને ખભા પર લઈને ઘરે જવા ચાલતા નીકળી પડ્યા હતા અહીં નવાઈ ની વાત એ હતી કે પિતા પોતાના પુત્રના મૃતદેહને પોતાના ખભા પર SRN હોસ્પિટલથી કરચના પોલીસ સ્ટેશન વિસ્તારના દિહા ગામ લઈ ગયા ખુબ વિનંતી કર્યા પછી પણ જ્યારે હોસ્પિટલ પ્રશાસન દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી ન હતી ત્યારે ગરીબો પાસે પુત્રના મૃતદેહને.

ખભા પર લઈ જવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો SRN હોસ્પિટલથી તેનું ગામ 25 કિલોમીટરન અંતરે હતું પુત્રના મૃતદેહને લઈ જતા પિતા થાકી જાય ત્યારે માતા તેના ખભા પર લઈ જતી અહીં તેની કેટલીક તસ્વીર સામે આવી છે અને સોસીયલ મીડિયામાં વાયરલ થતા લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયા રહ્યા છે યુપીનો આ કિસ્સઓ સામે આવતા પ્રશાસન પર સવાલ ઉઠ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *