Cli

મોતના વર્ષો બાદ પણ શ્રીદેવીની કમાણી ચાલુ છે? જાણો રોયલ્ટીનો પૈસો કોને મળે છે?

Uncategorized

શ્રીદેવીના અવસાન બાદ તેમના પતિ બોની કપૂર અને તેમની બે દીકરીઓ જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર – ને તેમની અંદાજે ₹250 કરોડની સંપત્તિ વારસામાં મળી. આ દરમિયાન,એક મીડિયાના અહેવાલ મુજબ, એક્ટ્રેસની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને ફિલ્મોમાંથી મળતી રોયલ્ટી (જેની રકમ કરોડો રૂપિયામાં છે) પર તેમની બંને પુત્રીઓનો કાયદેસરનો અધિકાર છે. ફિલ્મો ઉપરાંત, શ્રીદેવી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ (જાહેરાતો) દ્વારા પણ સારી એવી આવક મેળવતી હતી. મીડિયાના અલગ અલગ અહેવાલો અનુસાર, તેમના અવસાન પહેલાં તેઓ વાર્ષિક ₹13 કરોડની કમાણી કરતા હતા. એવું જાણવા મળ્યું છે કે તેમના પતિ અને નિર્માતા બોની કપૂરનો તેમની સંપત્તિ કે આવકમાં કોઈ વ્યાપારી હિસ્સો નહોતો.

કોના ખાતમાં જાય છે રકમહવે ચર્ચા એ મુદ્દાની થઈ રહી છે કે, હવે શ્રીદેવી નથી ત્યારે કોના ખાતમાં આ રકમ જમા થઈ રહી છે. કારણ કે, કેટલીક રકમ રોયલ્ટની પણ રહી છે. પોતાના અંતિમ દિવસો સુધી શ્રીદેવી વાર્ષિક ૧૩ કરોડ રૂપિયા સુધીની કમાણી કરતી હતી અને તે અબજોની સંપત્તિ પાછળ છોડી ગઈ હતી. શ્રીદેવી ભારતીય સિનેમાના ઇતિહાસની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક હતી. તેણે માત્ર 4 વર્ષની નાની વયે પહેલીવાર કેમેરાનો સામનો કર્યો હતો અને સાઉથથી લઈને બોલિવૂડ સુધીની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર વર્ષો સુધી પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું.

પોતાની કારકિર્દી દરમિયાન અપાર ખ્યાતિ અને પ્રશંસા મેળવવા ઉપરાંત, તેણે નોંધપાત્ર સંપત્તિ પણ એકત્રિત કરી હતી. કરોડોની સંપત્તિ પાછળ છોડી હતી. હવે પ્રશ્ન એ થાય છે કે તેમના અવસાન બાદ રોયલ્ટી કોને મળી રહી છે? એ ચર્ચા શરૂ થઈ છે. ફેબ્રુઆરી 2018માં, અભિનેત્રી એક પરિચિતના લગ્નમાં હાજરી આપવા દુબઈ ગઈ હતી. ત્યાં શંકાસ્પદ સંજોગોમાં તેમનું અવસાન થયું હતું. તા. 24 ફેબ્રુઆરી 2018ના રોજ 54 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહ્યું. તે બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર તરીકે પણ જાણીતી હતી.

સૌથી વધારે ફી લેતી એક્ટ્રેસતેઓ તેમના સમયની સૌથી વધુ મહેનતાણું મેળવતી અભિનેત્રીઓમાંની એક હતાં. NDTVના અહેવાલ મુજબ, શ્રીદેવીની કુલ સંપત્તિ ₹247 કરોડ હતી. તેમની પાસે સાત લક્ઝરી કાર અને ત્રણ ભવ્ય બંગલા પણ હતા. મીડિયાના એક અહેવાલમાં તેમના બંગલાનું મૂલ્ય ₹62 કરોડ આંકવામાં આવ્યું હતું, જ્યારે તેમની કારનું કુલ મૂલ્ય ₹9 કરોડથી વધુ હતું. ફિલ્મો ઉપરાંત, શ્રીદેવી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ દ્વારા પણ સારી એવી આવક મેળવતી હતી. અહેવાલો અનુસાર, તેમના અવસાન પહેલાં તેઓ વાર્ષિક ₹13 કરોડની કમાણી કરતા હતા. એવું જાણવા મળ્યું છે કે તેમના પતિ અને નિર્માતા બોની કપૂરનો તેમની સંપત્તિ કે આવકમાં કોઈ વ્યાપારી હિસ્સો નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *