હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલ પબ્જીની પ્રેમકહાની વિશે તો તમે સાંભળ્યું જ હશે.પબ્જીની ગેમ રમતી પાકિસ્તાની પરણિત મહિલા સીમા હૈદર ગેમ મારફત ભારતીય યુવક સચિનના સંપર્કમાં આવી જે બાવ બંને વચ્ચેના સંબંધ ગાઢ બનતા સીમા પાકિસ્તાનથી નેપાળના રસ્તે ભારત આવી પહોંચી.
ગઈકાલે સીમાને લઈને મહત્વની ખબર સામે આવી હતી.ગઈકાલે જ યુપી એટીએસ દ્વારા સીમાની પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં અધિકારીઓ દ્વારા સીમા પાસેથી અનેક વાતો જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
સાથેજ સીમા જાસૂસ છે કે નહિ ?તેનો કોઈ કોર્ડવર્ડ છે કે કેમ?તે અંગે પણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો જોકે હાલમાં આ અંગે બીજી મહત્વની ખબર સામે આવી રહી છે.ખબર અનુસાર હાલમાં સીમા,સચિન ને યુતીએસના સેફ હાઉસમાં મોકલવામાં આવ્યા છે.
વિગત અનુસાર સીમા અને સચિનને જીવનું જોખમ હોવાને કારણે સીમા,સચિન સહિત ચાર બાળકોને પણ સેફ હાઉસમાં મોકલવામાં આવ્યા છે ઉલ્લેખનિય છે કે યુટીએસએ સીમા સાથે ૧૮ કલાક સુધી પૂછપરછ કરી.
જોકે આ દરમિયાન સીમાએ તેના ભાઈ પાકિસ્તાની આર્મીમાં હોવાનું કબૂલ કર્યું છે.સાથે જ ભારત આવવા પોતાનું પાકિસ્તાનનું ઘર વેચ્યું હોવાની વાત કરી છે જો કે હાલમાં તો સીમાને ભારત મોકલવા પાછળ તેમજ સીમાને નેપાળ બોર્ડર પાર કરાવવા પાછળ ત્રીજું કોઈ વ્યક્તિ હોવાની આશંકા સેવાઈ રહી છે જણાવી દઇએ કે સીમા હૈદર પાસે ચાર આધારકાર્ડ,પાંચ પાસપોર્ટ તેમજ ચાર મોબાઈલ મળી આવ્યા છે.