બૉલીવુડ અભિનેત્રી કેટરીના કૈફની સુંદરતાના બધા દીવાના છે કેટરીના અત્યારના દિવસોમાં સોસીયલ મીડિયામાં ફોટો શેર કરતી રહે છે એવામાં હાલમાં કેટરીનાએ ઇન્સ્ટાગ્રામમાં એક પોતાની કલરફુલ ફોટો શેર કરી છે જેમાં તે ખુબજ સુંદર દેખાઈ રહી છે અને તેનું આ લુક પણ જોવા લાયક છે.
હકીકતમાં કેટરીનાએ પોતાના ફોટોશૂટની તસ્વીર શેર કરી છે અહીં ફોટોમાં કેટરીનાએ પિંક કલરની સાથે બ્રાઈટ ઓરેન્જ કલરનો શર્ટ પહેરેલ જોવા મળી રહી છે તેમણે આ શર્ટને બટન વગરનું રાખેલછે આ આઉટફિટ સાથે કેટરિનાએ તેના ગળામાં ગુલાબી રંગની જ્વેલરી પહેરી છે અને કાળા ચશ્માં પણ પહેરેલ છે.
કેટરીના કૈફનું આ ફોટોશૂટ ખુબજ પસંદ કરવામાં આવી રહ્યું છે તેને અત્યાર સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે અને અનેક કોમેંટ પણ આવી રહી છે કેટરીના કૈફે અહીં ત્રણ અલગ અલગ ફોટો શેર કરી છે જયારે પતિ વિકી કૌશલ સાથે પણ એક ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડાવી હતી જેમાં સ્માઈલ આપતી જોવા મળી.