Cli
satish sima news

લપ્પુ અને જીંગુર જેવા શબ્દો માટે મિથીલેશ ભાટી પર થશે કેસ…

Breaking

આજના સોશિયલ મીડિયા યુગમાં કોઈપણ વીડિયો,કોઈપણ શબ્દોને વાયરલ થતા વાર નથી લાગતી.કોઈપણ વસ્તુ રાતોરાત વાયરલ થઈ જતી હોય છે.એટલું જ નહિ જોતજોતામાં એ વાત પર મોટા વિવાદ પણ ઊભા થઈ જતા હોય છે એ વાત તમે જાણતા જ હશો.

હાલમાં આવું જ કઈ થઈ રહ્યું છે મિથીલેશ ભાટી સાથે.થોડા દિવસ પહેલા જ ગ્રેટર નોઈડાના સચિન મીણા ને લપ્પુ અને જીંગુર કહી ચર્ચામાં આવેલી મહિલા મિથીલેશ ભાટી હાલમાં કાયદાકીય વિવાદમાં અટવાતી જોવા મળી રહી છે.

હકીકતમાં  પાકિસ્તાન થી ભારત આવેલી સીમા અને ગ્રેટર નોઈડાના રહેવાસી સચિન વિશે સામે આવતી ખબરીને જોયા બાદ તેના ગામની બાજુમાં રહેતી મિથીલેશ ભાટી નામની મહિલાએ એક પોસ્ટ કરી હતી તેણે લખ્યું હતું કે શું છે સચિનમાં?લપ્પુ જેવો છે સચિન જિંગુર જેવો છોકરો છે સાવ.

મિથીલેશ ભાટીની આ પોસ્ટ બાદ એક તરફ સોશિયલ મીડિયા પર આ શબ્દોને લઈ ગીત બનાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સચિન અને સીમા તરફથી મિથીલેશ ભાટીને નોટિસ મોકલવાની વાત પણ કરવામાં આવી છે.

હાલમાં સચિન અને મિથીલેશ ભાટીના વકીલ આમને સામને આવી ગયા છે.સચિન ના વકીલનું કહેવું છે કે આ માત્ર સચિન અને સીમાનું જ નહિ સમગ્ર મીણા સમાજનું અપમાન છે.

બીજી તરફ મિથીલેશ ભાટીનું કહેવું છે કે જો તેના પર કેસ કરવામાં આવશે તો તે નોટિસનો જવાબ જરૂર આપશે.સાથે જ તેને કહ્યું કે અમુક લોકો બસ આગમાં હાથ શેકવાનું કામ કરી રહ્યા છે.

સાથે જ વાત કરીએ મિથીલેશ ભાટીના વકીલે આપેલા નિવેદનની તો તેમને કહ્યું કે મિથીલેશ ભાટી ગામડામાંથી આવે છે તેને બોડી શેમિંગમાં સમજ નથી પડતી.લપ્પુ અને જુંગુર એ અહી બોલતા સામાન્ય શબ્દો છે.

જો કે સચિનના વકીલ નું કહેવું છે કે પાતળાં હોવું, ગરીબ હોવું કોઈ ગુનો નથી.આવા લોકો પણ પ્રેમ કરતા જ હોય છે.મિથીલેશ ભાટીએ વારંવાર સચિન અંગે અપશબ્દો નો ઉપયોગ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *