Cli
chandrayan 3 big khulasa

ચંદ્રયાન 3 એ મોકલેલા ફોટા અને વિડિયોથી ખૂલ્યા રહસ્યો 5 મોટા ખુલાસાઓ થયા…

Breaking

ચંદ્ર પર ડાઘ હોવાની વાતો તો તમે ઘણી ફિલ્મો કે કવિતાઓમાં સાંભળી  હશે પરંતુ શું તમે જાણો છો કે ચંદ્ર પર ખાડા પણ હોય છે? તમને થશે કે અહી તો વાહનોની અવરજવર ને કારણે રસ્તા પર ખાડા પડતા હોય છે ત્યાં ચંદ્ર પર કોણ ખાડા કરવા ગયું હશે.

ચાલો તમારી જિજ્ઞાસાનો જવાબ આપી દઈએ.વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ચંદ્ર સાથે કોઈ વસ્તુ અથડાવાથી ત્યાં ખાડા પડી જતા હોય છે એટલું જ નહિ આ ખાડામાં ઉલ્કાપિંડ કે અન્ય કઈ પડવાથી તેમાં પણ ખાડા પડી જતા હોય છે મતલબ ચંદ્ર પર ખાડાની અંદર પણ અનેક નાના મોટા ખાડા બનેલા છે.

ચંદ્રના સૌથી મોટા ખાડા અંગે વાત કરીએ તો તે ૨૫૦૦ કિમી ડાયામીટર એટલે કે વ્યાસમાં ફેલાયેલો છે.ભારતથી જમ્મુ કાશ્મીરનો વ્યાસ ૩૨૦૦કિમી જેટલો છે વૈજ્ઞાનિકો ના જણાવ્યા અનુસાર ચંદ્ર પર આવા ૧૦ લાખ ખાડા છે જેમાંથી માત્ર ૯ હજારની જ ઓળખ કરી શકાય છે.

વાત કરીએ ચંદ્ર પર પડેલા ખાડા ક્યારેય પૂરતા કેમ નથી તે અંગે તો જણાવી દઇએ કે ચંદ્ર પર પાણી છે પરંતુ બરફ સ્વરૂપે છે,સાથે જ ત્યાં પૃથ્વી જેવુ વાતાવરણ ન હોવાને કારણે ચંદ્ર પરના ખાડા પુરાઈ શકતા નથી.

બીજી તરફ પૃથ્વી પોતાના વાતાવરણને કારણે તેના પર પડેલા ખાડા પૂરી શકે છે હાલમાં જ ચંદ્ર નો એક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો જેમાં ચંદ્ર પર પડેલા ખાડાને સ્પષ્ટ જોઈ શકાતો હતો આ ખાડાનો વ્યાસ ૪૦ કિમી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *