કહેવાય છે ને જેને કઈ કરી બતાવવું છે એને કોઈ રોકી શકતું નથી.દેશમાં કેટલાક એવા લોકો છે જેની પાસે ડિગ્રી અને રૂપિયા હોવા છતાં પણ તક ન મળતી હોવાના બહાના હેઠળ આખું જીવન વિતાવી દેતા હોય છે તો કેટલાક એવા લોકો પણ છે જેમની પાસે ડિગ્રી કે પૈસા ન હોવા છતાં પણ પોતાની આવડતથી નવી ઓળખ ઊભી કરે છે.
આવા જ એક વ્યક્તિ છે ૬૫ વર્ષીય નટુભાઈ પટેલ.સુરતના રહેવાસી નટુભાઈ પટેલ મિકેનિક તરીકે કામ કરે છે. આ કામ કરતા કરતા જ નટુભાઈ એ એક એવી સાયકલ બનાવી જે બેટરીથી ચાલી શકે છે.
૭ ધોરણ અભ્યાસ કરેલ નટુભાઈ પટેલે ભંગારની વસ્તુઓ ભેગી કરી આ સાયકલ બનાવી.આ સાયકલ બનાવવામાં તેમને લોખંડની બે પાઇપ,બેટરી,હોર્ન અને બ્રેકનો ઉપયોગ કર્યો છે નટુભાઇના કહેવા મુજબ આ સાયકલ બનાવવામાં તેમને ૬ મહિનાનો સમય લાગ્યો હતો તેમને પહેલા આ સાયકલ ની ડીઝાઈન એક પેપર પર બનાવી હતી જે બાદ જરૂરી વસ્તુઓ ભેગી કરી હતી.
આ સાયકલ એકવાર ચાર્જ કર્યા બાદ ૩૦-૪૦ કિમી સુધી ચાલી શકે છે જોકે આ પહેલીવાર નથી.આ પહેલા પણ અનેક લોકોએ આવા અનેક આવિષ્કાર કર્યા છે આ જ કારણ છે કે ભારત દેશને જુગાડુ કહેવામાં આવે છે.