પોતાની પહેલી વિજ્ઞાપનમાં એકટિંગથી ટ્રોલ થઈ ચૂકેલ સનાયા કપૂરના પિતા સંજય કપૂરે એક બયાન આપીને બધાને ચોંકાવી દીધા છે સંજય કપૂરે કહ્યું છેકે સનાયા એક્ટર બનવા માટે 12 વર્ષની ઉંમરથી સખત મહેનત કરી રહી છે સનાયા કપૂર હજુ થોડા સમય પહેલા જ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મુક્યો છે ગયા દિવસોમાં તેની પહેલી.
એડ આવી હતી જેમાં તેની એકટિંગને લઈને ટ્રોલ કરવામાં આવી હતી લોકોએ તેને ઓવર એકટિંગ સુધી કહી દીધુ હતું સનાયા કપૂરની કરણ જોહરના ડાયરેકશનમાં બની રહેલ ફિલ્મ બેધડકથી લોન્ચ થવાની છે પરંતુ તેના પહેલા પિતા સંજય કપૂરે પુત્રીને લઈને કેટલાય મોટ ખુલાસા કર્યા છે સંજય કપૂરે ઈ ટાઈમ્સને.
આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું એક એક્ટર બનવા માટે ઈચ્છા અંદરથી આવેછે જો કોઈ એક્ટર બનવાની ઈચ્છા રાખેછે તો આપણે તેને રોકવું નહીં જોઈએ એક્ટર બનવાનું સપનું સનાયા કપૂરનું હતું મેં અને મહિપે બસ તેને પ્રોત્સાહિત કરી તે છેલ્લા આઠ નવ વર્ષથી તેના માટે ટ્રેનિંગ કરી રહી છે લોકો તો બસ હવે તેની એક ઝલક જોશે.
પરંતુ તેના માટે તે 12 વર્ષની ઉંમરથી સખત મહેનત કરી રહી છે તેઓ ડાન્સ કલાસીસ ડિક્શન ટ્રેડિંગ અને શુંશું ન જાણે શુંશું કરતી રહેતી હતી લોકડાઉન દરમિયાન સનાયા પોતાના લેપટોપ દ્વારા રિહર્સલ કરી રહી હતી સનાયાને લોન્ચ કરણ જોહર કરી રહ્યા છે અત્યારે બેધડક ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે સમય બાદ શરૂ થશે.