શિપ કેસમાં ફસાયેલા આર્યન ખાનને બચાવવા અનેક લોકો સામે આવી રહ્યા છે જેમાં સુનીલ શેટ્ટી, સલમાન ખાન જેવા અભિનેતાઓથી માંડીને સામાન્ય લોકોનો પણ સમાવેશ થાય છે સોશીયલ મીડિયામાં પણ લોકો આર્યન નિર્દોષ હોવાની વાત કરી રહ્યા છે તો કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે આર્યન શાહરૂખ ખાનનો દિકરો છે.
તેથી તેને હેરાન કરવામાં આવી રહ્યો છે બાકી પકડાયેલા લોકોને અધિકારીઓ કેમ સામે નથી લાવી રહ્યા આવા પ્રશ્નો પણ તપાસ કરનાર અધિકારીઓ સામે કરવામાં આવી રહ્યા છે અને આ જ કારણ છે કે અધિકારીઓએ પોતાની સફાઈ આપવા અને લોકોને હકીકત જણાવવા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં તેમને નવાબ અલીએ લગાવેલા આરોપ અંગે સફાઈ આપી હતી નવાબ અલીએ તપાસ અધિકારી પર આરોપ લગાવ્યો હતો કે તેમને આ કેસમાં પકડેલા ત્રણ લોકોને છોડી દીધા જો કે અધિકારીઓએ આ આરોપનો જવાબ આપતા જણાવ્યું કે તે બહુ જ પારદર્શક રીતે કામ કરે છે અને તેમને ત્રણ નહિ પરંતુ છ લોકોને છોડી મૂક્યાં છે.
અધિકારીઓ એ જણાવ્યું કે આ તમામ છ લોકો પાસે તપાસ દરમિયાન કઈ જ મળ્યું નથી જેના કારણે તેમને છોડી મૂક્યા છે જોકે આ તમામ લોકોના નંબર અને વિગત અધિકારીઓ પાસે જ છે જો જરૂર પડશે તો તમામને બોલાવવામાં આવશે અધિકારીઓ પર બીજો આરોપ એ પણ લગાવવામાં આવ્યો હતો કે તેઓ તપાસ દરમિયાન શિપ પર મનીષ ભાનુશાલી અને કેપીગોસાવીને શું કામ લઈને આવ્યા હતા તે તપાસ અધિકારી ન હોવા છતાં આ કેસમાં સાથે કેમ હતા.
જો કે આ આરોપનો જવાબ પણ અધિકારીઓએ આપ્યો હતો તેમને કહ્યું કે આ બંને વ્યક્તિ સાક્ષી તરીકે આવ્યા હતા અને આવા નવ લોકો આ તપાસમાં હતા ત્યારે ત્રીજો આરોપએ પણ લગાવવામાં આવ્યો હતો કે કેપીગોસાવી એ આર્યન અને મુનમુનના પંચનામા પર સહી કરી અને બંનેમાં એડ્રેસ અલગ શું કામ હતા.
આ આરોપ વિશે પણ અધિકારીઓએ જવાબ આપતા કહ્યું કે અમારું ધ્યાન જે તે સમયે સબૂત શોધવામાં હોય છે સાક્ષીનું એડ્રેસ મહત્વનું નથી હોતું આ બધી જ વાતો દ્વારા અધિકારીઓએ પોતાના વિશે ખરાબ બોલનારના મોઢા બંધ કરી દીધા હતા અને આવી રીતે તેમણે આરોપ લગાવનાર માણસો પણ જવાબ આપ્યો હતો.
નોંધ: અહિયાં આપવામાં આવતી દરેક માહિતી ઇન્ટરનેટના આધારે લેવામાં આવે છે અમારું ન્યુજ ગ્રૂપ ક્યારેય ઇચ્છતું નથી કે અમારા દ્વારા કોઈને પણ માનહાનિ થાય અમે ક્યારેય કોઈ સ્ત્રોત વગર કામ કરતાં નથી આથી ધ્યાન રાખવું અને કોઈને અમારી આ માહિતી પર શંકા હોય તો કમેંટ દ્વારા જણાવી શકે છે અમે જરૂર તમારા અભિપ્રાયને માન આપીશું.