Cli

સંભાવના શેઠના ઘરે દીકરીનો જન્મ? અફવા કે સત્ય?

Uncategorized

સંભાવના શેઠના ઘરે દીકરીનો જન્મ થયો અને લગ્નના 10 વર્ષ પછી એક્ટ્રેસ સરોગસી દ્વારા માતા બની હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 45 વર્ષની સંભાવના શેઠ વિશેના આ દાવાઓ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે,

જેમાં કહેવામાં આવ્યું છે કે તે અને તેના પતિ અવિનાશ આ વાત દુનિયાથી છુપાવી રહ્યા છે. જોકે, આ તમામ સમાચારો ખોટા અને ભ્રામક છે.આ ખોટી અફવાઓ પર સંભાવના શેઠનો ગુસ્સો ફૂટ્યો છે. તેણે પોતાના લેટેસ્ટ બ્લોગમાં આવી વાતો ફેલાવતા ચેનલોને આડે હાથ લીધી છે. સંભાવનાએ કહ્યું કે વ્યુઝ મેળવવા માટે લોકો જૂઠી વાર્તાઓ બનાવી રહ્યા છે.

તેણે સ્પષ્ટ કર્યું કે તેને હવે કંઈ છુપાવવાની જરૂર નથી અને જ્યારે પણ બાળકનો જન્મ થશે ત્યારે તે પોતે જ તેની વિગતો બધા સાથે શેર કરશે.એક્ટ્રેસે દુઃખ સાથે જણાવ્યું કે ઘણા લોકો એ પણ નથી જાણતા કે સરોગસી શું છે. કેટલાકને લાગે છે કે તે પ્રેગ્નેન્ટ છે પણ તેનું પેટ દેખાતું નથી. તેણે નફરત ફેલાવનારાઓને ચેતવણી આપી કે તેઓ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે

અને હવે જ્યારે તેમના જીવનમાં ખુશીઓ આવી રહી છે, ત્યારે ખોટી અફવાઓ ફેલાવીને તેમને પરેશાન ન કરે. સંભાવનાએ કડક શબ્દોમાં કહ્યું કે વ્યુઝ માટે જૂઠું બોલનારાઓને તેની બદદુઆ લાગી શકે છે. તેણે એમ પણ ઉમેર્યું કે તે ભવિષ્યમાં એવી મહિલાઓની મદદ કરશે જેઓ આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. હાલમાં કપલ તરફથી કોઈ સત્તાવાર ગુડ ન્યૂઝ આવ્યા નથી અને તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *