સલમાન ખાન તેમના ગરમ સ્વભાવ માટે જેટલા જાણીતા છે એટલા જ તેમની દરિયાદિલી માટે પણ. ગુસ્સામાં આવીને એ કોઈનું કરિયર બરબાદ કરે છે તો જરૂરતના સમયે એ જ વ્યક્તિની મદદ પણ કરે છે હાલમાં આર્યન ખાનના કેસમાં ફરી સલમાને પોતાની દરિયાદિલીનું પ્રમાણ આપ્યું છે.
એમાં કોઈ બે મત નથી કે આર્યનખાન માટે બોલીવુડના મોટાભાગના કલાકારો સમર્થન આપી રહ્યા છે પરતું સલમાનખાન એક એવા અભિનેતા છે જેમને સોશીયલ મીડિયામાં ભલે એક પણ પોસ્ટ શેર ન કરી હોય પણ તેઓ આ બાબતે પહેલા દિવસથી શાહરૂખ ખાનનો સાથ આપ્યો છે.
પહેલા દિવસે જ્યારે આર્યનનું આ કેસમાં નામ સામે આવ્યું હતું ત્યારે પણ રાત્રે સલમાન ખાન શાહરૂખના બંગલો મન્નત પર તેને હિંમત આપવા પહોચ્યા હતા તે બાદ જ્યારે આર્યનની જામીન અરજી પહેલીવાર નામંજૂર કરવામાં આવી ત્યારે પણ તેઓ પિતા સલીમખાન સાથે શાહરૂખના ઘરે પહોંચ્યા હતા અને હાલમાં સલમાન ખાન ફરી એકવાર ફિલ્મ પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા સાથે શાહરૂખખાનના ઘરે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન આર્યન ખાનના કેસમાં એક પિતાની જેમ તેની સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે સલમાન ખાને આ કેસ તેમના જ બે વકીલ સતિષ માનશિંદે અને અમિત દેસાઈને સોંપ્યો છે તમને જણાવી દઇએ કે વકીલ અમિત દેસાઈ જામીન કરાવવા માટે જાણીતા વકીલ છે.
તેમને સલમાન ખાનને હિટ એન્ડ રન કેસમાં વર્ષ ૨૦૧૫માં નિર્દોષ સાબિત કરાવ્યા હતા ત્યારે સલમાન ખાન પૂરી કોશિશ કરી રહ્યા છે કે આર્યનને પણ તેઓ જલ્દી જ આ કેસમાંથી બહાર નીકળી શકે જો કે એક સમય એવો પણ હતો જ્યારે શાહરૂખ અને સલમાન એકબીજા સાથે વાત પણ નહોતા કરી રહ્યા પણ આજે તેઓ એક જૂટ થઈ ગયા છે.