આજે આપણે એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેણે સલમાન ખાન સાથે પંગો લીધો અને સલમાન ખાને તેને કઈ કર્યું નહીં અને તેના કરીયર પણ હમણાં સુધી બરાબર ચાલતો આવી રહ્યો છે સલમાનખાન કોઈને છોડતા નથી તેમના સાથે પંગો લેનાર ઘણા વ્યક્તિને સલમાન ખાને પાણી બતાવ્યું છે પરંતુ આ મ્યુઝિક કમ્પોઝરનો સલમાનખાન કઈ બગાડી શક્યા નહીં ચાલો જાણીએ કઈ રીતે તેમની સાથે આ ઝઘડો થયો હતો.
એક એવોર્ડ ફંકશનમાં દરમિયાન સલમાન ખાન મ્યુઝિક કમ્પોઝર મિથુન સાથે ગુસ્સે થયા હતા ત્યાં કમ્પોઝર ને બેસ્ટ લિરીકસ માટે એવોર્ડ મળ્યો હતો જેથી તેમનું નામ લેવામાં આવ્યું અને તે ત્યાં સ્ટેજ પર ગયા સલમાન તે ફંકશન હોસ્ટ કરી રહ્યા હતા એટલે તે સ્ટેજ પર હતા અને તે મજાકી અંદાજમાં હતા તેના થોડા વખત પહેલા સલમાન ખાન અરિજીત સાથે ગુસ્સે થયા હતા જ્યાં અરિજિત એ માફી માંગતા કહ્યું હતું કે તમે તો મને સુવાડી દીધો અને ત્યાર પછી લોકોને છ કલાક માટે પોતાના એવોર્ડની વાર જોવી પડી હતી ત્યાં મિથુને એવોર્ડ લઈને લોકોને થેન્ક્યુ કહેવાને બદલે કહ્યું કે અમારો ગીત કોઈને સુવાળતો નથી પરંતુ લોકોના હોશ ઉડાડે છે ત્યારે સલમાનખાને કહ્યું કે અમે શું કરીએ તમારો એક સિંગર જ સૂતો સૂતો આવ્યો છે.
આ દરમિયાન સલમાન ખાને ગુસ્સે થયા વગર મજાકી અંદાજમાં મિથુન ના પગે પડવા ગયા એટલે તમે જોઈ શકો છો કે સલમાનખાન તે સમયે કેટલા મજાકિયા અંદાજમાં હતા ઊલટાનું સલમાન ખાન મિથુનની મદદ કરી રહ્યા હતા જ્યારે મિથુન પોતાની ચેર પરથી ઉઠીને આવતા હતા ત્યારે તેમના પેન્ટ પર એક લેબલ ચોંટી ગયો હતો જેને કાઢવા માટે સલમાન ખાન મદદ કરી રહ્યા હતા અને મિથુનએ સમજી શક્યો નહી ત્યારે સલમાન ખાને કહ્યું હતું કે લોકોને મદદ કરવા જાઓ તો લોકો સંભળાવી દે છે.
ત્યારે મિથુનને એવોર્ડ આપવા માટે આવેલ વ્યક્તિએ તે ટેગ નીકાળી દીધો અને સલમાન ખાને કહ્યું કે શાયદ મારા સાથે આજે આવું જ થઈ રહયું છે ત્યારે મિથુનએ કહ્યું કે છ કલાક સુધી બેસાડી ને રાખશો તો આવું જ થશે ત્યારે સલમાન ખાનનો પારો ચડી ગયો અને તેમણે કહ્યું કે આજે તો બધા લઇ જઇ રહ્યા છે અને સલમાન ખાન જોરથી ચિલ્લયા અને કહ્યું ચલો નીકળો ત્યાં આવેલા લોકો સૌ દંગ થઈ ગયા ત્યાં સલમાનખાનના બે ભાઈઓ પણ આવેલા હતા સૌને આ જોઇને દંગ થઈ ગયા ત્યારે મિથુને કહ્યું કે હું નથી ડર્યો સર.
ત્યાર બાદ સલમાન ખાને આ પરિસ્થિતિને મજાકના મૂડમાં નીકાળતા મિથુન ને ગળે લગાવ્યું અને તેને સ્ટેજ પરથી અલવિદા કીધું આમ તે દિવસે 2જગડા સલમાન ખાનના થયાં હતાં એક અરિજીત સાથે અને બીજો મિથુન સાથે ત્યારબાદ જ્યારે પણ ક્યાંય મીડિયા દ્વારા મિથુનને પૂછવામાં આવે કે તેમણે આવું કેમ કર્યું હતું ત્યારે મિથુન કહે છે કે મને જેવુ ત્યારે લાગ્યુ એવું મે કહ્યું હતું.
હમણાં સુધી મિથુનનો કરીઅર જેવી રીતે પહેલા ચાલતો હતો તેવી જ રીતે ચાલતો આવી રહ્યો છે તેમાં કઈ પરિવર્તન આવ્યું નથી એટલે આપણે જોઈ શકીએ છીએ કે સલમાન ખાને તેના સાથે કંઈ જ કર્યું નથી અને મિથુનનો કરિયર બરાબર ચાલી રહ્યો છે અને તે એવોર્ડ ફંકશનમાં થયેલી બાબતે ત્યાં સુધી રાખવામાં આવી હતી.