એ તો તમે જાણતા જ હશો કે સલમાન ખાનને એક્ટિંગ પછી જો કોઈ બીજી વસ્તુ છે તો તે પેઇન્ટિંગ છે. બોલીવુડ અભિનેતા સલમાન ખાનને પેઇન્ટિંગ બનાવવા ખૂબ જ ગમે છે અને જ્યારે પણ તેમને સમય મળે છે તેઓ પેઇન્ટિંગ બનાવવામાં લાગી જતા હોય છે. સલમાન ખાન ઘણા વર્ષોથી પેઇન્ટિંગ કરી રહ્યા છે પરંતુ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે તેઓ પોતાની કોઈ પેઇન્ટિંગ વેચી રહ્યા હોય.
સલમાન ખાને વર્ષ 2022માં એક પેઇન્ટિંગ બનાવ્યું હતું જેને તેઓ હાલમાં વેચી રહ્યા છે.સલમાન ખાન પોતાની યુનિટી વન નામની પેઇન્ટિંગને વેચી રહ્યા છે આ પેઇન્ટિંગમાં તમને બે અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ રીતે સલામ કરતા જોવા મળશે.
આ પેઇન્ટિંગમાં એક વ્યક્તિના કપાળ પર લાલ ચાંદલો છે અને બીજાએ ટોપી પહેરી છે. આ પેઇન્ટિંગ હિન્દુ મુસ્લિમ એકતાને દર્શાવે છે.મહત્વની વાત તો એ છે કે સલમાન ખાનની આ પેઇન્ટિંગ ઓનલાઇન આર્ટિફ પર વેચાઇ રહી છે અને તેની કિંમત ૩લાખ $ એટલે કે ૨૫૦ કરોડ રૂપિયા છે. આ પેઇન્ટિંગના કેટલાક લિમિટેડ એડિશન જ વેચવામાં આવશે, આ પેઇન્ટિંગના માત્ર 10,000 પીસ જ વેચવામાં આવશે.
જોકે એક તરફ કેટલાક લોકો સોશિયલ મીડિયા પર સલમાન ખાનની પેઇન્ટિંગના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો મજા પણ લઈ રહ્યા છે.લોકોનું કહેવું છે કે આટલા બધા પૈસા ખર્ચીને કોઈ આવી વિચિત્ર પેઇન્ટિંગ શું કામ લેશે? તો કોઈ વ્યક્તિનું કહેવું છે કે તે તો આ પેઇન્ટિંગના માત્ર 150 રૂપિયા જ આપશે. જોકે સલમાન ખાનની આ પેન્ટિંગના 10000 પીસ વેચાઈ ગયા તો તેમને અઢી હજાર કરોડની કમાણી થશે.