મહારાષ્ટ્રના સાંગલીમાં બાળક ચોર હોવાના શક પર ચાર સાધુઓની સાથે મા!રપીટ કરવામાં આવી છે જોકે આ ઘટનામાં સાધુઓને ઈજાઓ પણ થઈ છે હાલ તેઓ ખતરાથી બહાર છેસોશિયલ મીડિયા પર સાધુઓ પર હુ!મલો કરાતો આ વિડીયો ખૂબ વાયરલ થયો છે જોકે આ બાબતે પોલીસ.
ફરિયાદ કરવામાં આવી નથી સમગ્ર ઘટના મુજબ જાટ તહસીલ ના લવંગા ગામમાં બની જેમાં ઉત્તર પ્રદેશના ચાર સાધુ કર્ણાટક ના બિજાપુર થી પઢંરપુર જઈ રહ્યા હતા પોલીસને ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતુંકે આ સાધુ સોમવારે ગામના એક મંદિરમાં રોકાયા હતા અને મંગળવારે સવારે એ ગામમાંથી.
બહાર નીકળતા એક બાળકને રસ્તો પૂછ્યો હતો એ સમયે ગામના લોકોએ જોતા સાધુઓ પર અવિશ્વાસ દર્શાવી એમને બાળક ચોર સમજ્યા હતા ગામના લોકોએ બોલાચારી કરી હતી બોલા ચાલી ઉગ્ર થતાં ગામના લોકોએ સાધુઓ પર હુમલો કર્યો હતો અને લાકડીઓ સાથે મા!રવા આવ્યા હતા.
એ સમયે પોલીસનો કાફલો ત્યા પહોંચી જતા સાધુઓને બચાવ્યા હતા પોલીસની તપાસ અનુસાર એમાંથી એક સાધુ ઉત્તર પ્રદેશના અખાડામાં સંત છે ઇજાગ્રસ્ત સાધુઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે જોકે આ બાબતે એમને ગામલોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી નથી.