દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે એ વચ્ચે ઘણા લોકો પોતાના લગ્ન ધામધૂમથી ઉજવણી કરી પોતાના લગ્ન ને યાદગાર બનાવવા કરોડોનો ખર્ચો કરતા હોય છે માતા પિતા પણ પોતાના સંતનોને દરેક મનોકામના પૂરી કરવા માટે તેમના લગ્નમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે પરંતુ જે દીકરીના માતા પિતા નથી.
તેની મનમાં મનોકામનાઓ અધૂરી રહી જાય છે પરંતુ એ મનોકામના ને ઓળખનારા પરોપકારી સ્વભાવથી દિકરીઓના માતા પિતા બની લગ્ન કરાવનાર પણ લોકો આ જગતમાં છે જેનું ઉત્તમ ઉદાહરણ નડીયાદ માનવ સેવા પરીવારે આપ્યું છે તાજેતરમાં માતા પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી 21 અનાથ દિકરીઓ ના લગ્ન કરાવવા માનવ સેવા પરીવારે ગૃપ તૈયાર થયું હતું.
અને ધામધૂમથી 21 દિકરીઓ ના લગ્નની તમામ પ્રકારની સુવિધાઓ સાથે ભોજન વ્યવસ્થા મંડપ વ્યવસ્થા અને દિકરી ને અપાતી કન્યાદાન માં ચીજ વસ્તુઓ સહીતની તૈયારીઓ કરવામાં આવી હતી આ અનાથ દીકરીઓ પોતાના માતા પિતાને યાદ કરી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી આ દિકરીઓને પોતાની દિકરીઓ માની ને હજારો.
રુપીયાનુ કરીયાવર 200 જેટલી ચીજ વસ્તુઓ માનવ સેવા પરીવારે આપી હતી નડીયાદ માં યોજાયેલા માનવ સેવા પરીવાર દ્વારા આ 21 અનાથ દિકરીઓના સમુહલગ્ન માં પરમ પૂજ્ય જયરામ દાસજી મહારાજ સંતરામ મંદિર નડીયાદ ના ગાદીપતી નિગૃણદાશજી મહારાજ સહીતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમુહલગ્ન ના મુખ્ય દાતા દેવાગં ભાઈ ઈપ્કોવાળા પણ વિશેષ હાજર રહી દીકરીઓ ને આર્શીવાદ આપ્યા હતા આ સમુહ લગ્ન માં હાજરી આપવા સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા સાથે જય માનવ સેવા ટ્રસ્ટ ના મનુ મહારાજ સહીત વિવિધ મંદીરાઓના સંતો મહંતો અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા.
સમુહલગ્ન ની મુખ્ય વાત એ હતી કે માતા પિતા વગરની આ દિકરીઓને આર્શીવાદ આપવા માટે ઘરડાઘર માં રહેતા 100 થી વધુ વડીલો એ હાજરી આપી હતી ભવ્ય લગ્ન મંડપના શણગાર સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી 21 દિકરીઓને માતા પિતા બનીને માનવસેવા પરીવારે ઉત્તમ માનવતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ.