Cli

ભારતના આ રાજ્યએ વધારે બાળકો પેદા કરનારા માટે રોકડ સહાય આપવાની કરી જાહેરાત!

Uncategorized

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુએ શનિવારે ઘોષણા કરી કે વધારે બાળકો પેદા કરનારાઓને પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.શ્રીકાકુલમ જિલ્લામાં એક કાર્યક્રમમાં બોલતા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે ત્રીજા બાળક પેદા થવા પર માતાપિતાને 30 હજારની રોકડ સહાય

અને ચોથા બાળક પેદા થવા પર માતાપિતાને 40 હજારની રોકડ સહાય આપવામાં આવશે.ચંદ્રાબાબુ નાયડુનું કહેવું છે કે ઘણા લોકોને લાગે છે કે ઘણાં બાળકો હોવાં ભાર છે પરંતુ આ સાચું નથી.

બીબીસી તેલુગુ પ્રમાણે, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ જેવાં દક્ષિણનાં રાજ્યો લાંબા સમયથી જનસંખ્યા નિયંત્રણ તથા તેનાં પરિણામો મામલે પોતાનો અવાજ ઉઠાવતાં રહ્યાં છે.ચંદ્રાબાબુ નાયડુ અને તામિલનાડુના પૂર્વ મુખ્ય મંત્રી એમકે સ્ટાલિન ગત વર્ષોથી આ મામલે સતત પોતાનો સૂર વ્યક્ત કરતા આવ્યા છે.ચંદ્રાબાબુએ ઘણી વખત ટિપ્પણી કરી છે કે દક્ષિણનાં રાજ્યોમાં યુવાનોની સંખ્યા ઘટી રહી છે

અને વૃદ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.તેમણે એ પણ ચેતવણી આપી હતી કે જાપાન અને ચીન જેવા ઘણા દેશ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે.તેમણે આ પહેલાં કહ્યું હતું કે રાજ્યના વિકાસ માટે તૈયાર કરવામાં આવી રહેલા વિઝન-2047માં જનસંખ્યા પર વધુ ધ્યાન આપવાની જરૂરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *