સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો સામે આવતા રહે છે જેમાં કેટલાક વિડીયો લોકોને એ ઉદાહરણ પૂરું પાડે છે કે તે પોતાના સાથે થતી ક્રાઇમ ઘટનાઓ થી બચી શકે એક અજાણી વ્યક્તિ સાથે વાતચીત કરવી કેટલી ખતરનાક હોઈ શકે તે ઘણા વીડિયોમાંથી સાબિત થતી જોવા મળે છે એવું જ એક વિડીયો.
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોમાં એક વૃદ્ધ માજી જેમની ઉંમર આશરે 60 વર્ષથી વધારે હોઈ શકે તેવો રસ્તા પર ઊભા છે ત્યારે એક એક્ટીવા ચાલક તેમની પાસે આવીને રસ્તો પૂછી રહ્યો છે માજી તેને દીકરા તરીકે ખૂબ જ સભ્યતાથી જવાબ આપી અને પોતાના હાથો વડે ઇશારાથી રસ્તો બતાવી રહ્યા છે.
એકટીવા ચાલક આ વ્યક્તિએ પોતાના માથે હેલ્મેટ પહેરેલું છે તેની એકટીવા માં નંબર પ્લેટ દેખાતી નથી ખૂબ લાંબો સમય સુધી વાતચીત કર્યા બાદ અચાનક જ એ એકટીવા ચાલક અજાણ્યા વ્યક્તિએ વૃદ્ધ મહિલા ના ગળામાં હાથ નાખીને તેમના ગળામાં રહેલો સોનાનો ચેન ખેંચીને ફરાર થઈ ગયો આ દરમિયાન ઝાટકો લાગતા વૃદ્ધ માજી.
જમીન પર પછડાઈ ગયા તેમના શરીરમાં એટલા બધા ઘા વાગી ગયા કે તેઓ ઉઠી પણ શકતા નહોતા તેઓ ઉઠવાનો પ્રયત્ન કરતા રહ્યા અને નીચે પડતા રહ્યા એ છતાં પણ તેઓ ઊઠીને એકટીવા ચાલકની પાછળ દોડતા જોવા મળે છે સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વિડીયો કોઈ સીસીટીસીવી કેમેરાની ફૂટેજ હોય એવું લાગી રહ્યું છે.
આ ઘટના સામે આવ્યા બાદ લોકો વૃદ્ધ મહિલા સાથે થયેલા આ વર્તન પર ખૂબ જ રોષ વ્યક્ત કરી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એની માંગ કરી રહ્યા છે સામે આવેલો વિડિયો કઈ જગ્યાનો છે તે હજુ માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ સાવધાન રહો અને સતર્ક રહો આવી ઘટનાઓ થી સલામતી જાળવો એવી આપ સૌને અપીલ સહ વિનંતી કરીએ છીએ.