બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા પરેશ રાવલનું તાજેતરમાં એક નિવેદન ખુબ જ વિવાદમાં આવ્યું છે જે રીતે તેમને બંગાળીઓને ટાર્ગેટ કરીને નિવેદન આપ્યું છે તેનાથી આવનાર સમયમાં તેઓ મુશ્કેલીઓ માં પડી શકે છે એવું પણ સામે આવ્યું છે કે તેમના પર ફરિયાદ પણ થઈ શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પ્રચાર દરમિયાન પરેશ રાવલ નું એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે પરેશ રાવલ એ પોતાના પ્રચાર ભાષણમાં જણાવ્યું હતુ કે ગેસ સિલિન્ડર મોંઘા છે પણ તેની કિમંત ઓછી થઈ જશે લોકોને રોજગાર મળશે પરંતુ રોહીગ્યા બાંગ્લાદેશી અને શરણાર્થી દિલ્હી ની તરફ આપની.
બાજુમા રહેવાનું ચાલુ કરશે ગેસ સિલિન્ડર નું શું કરશો બંગાળીઓ માટે માછલાં નું શાક બનાવશો આ નિવેદન સામે આવ્યા બાદ પરેશ રાવલ મુશીબતો માં સપડાયા તેમના પર ફરીયાદ નોંધાવાની ખબરો પણ સામે આવી છે જે બાદ પરેશ રાવલે માફી પણ માંગી લીધી છે આ વિવાદ પર પશ્ર્ચિમ બંગાળ ના.
નેતા મહોમ્મદ સલીમે પરેશ રાવલ વિરુદ્ધ ફરીયાદ પણ નોંધાવી છે સીપીઆઈ ના નેતા મહોમ્મદ સલીમે ફરીયાદના જણાવ્યું છે કે તેમને ઘણા સોસીયલ મિડીયા પ્લેટફોર્મ પર પરેશ રાવલ નો આ વિડીઓ જોયો છે અને તેમના પર સાર્વજનિક રીતે તોફાનો ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
સાથે બંગાળ અને અન્ય દેશો રાજ્યો વચ્ચે ની સદભાવના ખરાબ કરવાનો પણ આરોપ લગાવ્યો છે તેમણે જણાવ્યું છે જે રીતે બંગાળી ઓનાં વિષય ને ઉપાડ્યો છે પરેશ રાવલે એ રીતે લાગે છે કે બંગાળના મુસ્લિમો રોહીગ્યા અને બાંગ્લાદેશી છે તેમને પરેશ રાવલ પર કડક કાર્યવાહી હાથ ધરાવાની માંગ કરી છે