બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં પોતાના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે. સોનાક્ષી સિંહા આવનારી 23 જુને બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન બંધને બંધાઈ જવાની ખબરો હાલમાં સામે આવી રહી છે. હાલમાં સોનાક્ષી સિન્હાના લગ્નની જગ્યાથી લઈને મહેમાનોના લિસ્ટની તૈયારી પણ થઈ ચૂકી છે.
જોકે હવે લગ્નમાં થોડા જ દિવસો બાકી છે એવામાં સોનાક્ષી સિન્હાના પિતા અને બોલિવૂડના જાણીતા અભિનેતા એવા શત્રુઘ્ન સિંહાનું આ લગ્નને લઈને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે જેને સાંભળ્યા બાદ એવું લાગી રહ્યું છે કે તેઓ દીકરીના આ લગ્નથી ખુશ નથી.
ટાઈમ્સ નાઉ સાથેના સોનાક્ષી સિન્હાના લગ્ન અંગે સવાલ કરાતા શત્રુઘ્ન સિન્હા એ કહ્યું હું અત્યારે દિલ્હીમાં છું લોકસભાની ચૂંટણી બાદ હું અહીં આવી ગયો હતો. દીકરીના પ્લાન વિશે મેં કોઈ સાથે ચર્ચા કરી નથી તો તમારો સવાલ શું હતો એ સોનાક્ષી લગ્ન કરી રહી છે તો એનો જવાબ છે, હું પણ એટલું જ જાણું છું જેટલું મીડિયામાં જોઉં છું.
જો તે મને વિશ્વાસમાં રાખીને લગ્ન વિશેની વાત કરે છે તો હું અને મારી પત્ની તેમને આશીર્વાદ આપવા માટે તૈયાર છીએ, અમે કામના કરીએ છીએ કે તેઓ હંમેશા ખુશ રહે. તેમને આગળ કહ્યું અમને અમારી દીકરીના નિર્ણયમાં પૂરો વિશ્વાસ છે, તે પુખ્ત હોવાને કારણે તેને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે.
વધુમાં તેમણે કહ્યું કે હું એ પણ કહેવા માંગીશ કે જો મારી દીકરી લગ્ન કરી રહી છે તો હું જાનની સામે નાચીસ. જોકે આજકાલ બાળકો માતા પિતાને કશું પૂછતા નથી માત્ર જણાવી દે છે. અમે પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેઓ અમને જણાવશે કે તે લગ્ન કરી રહ્યા છે.
જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની પહેલી મુલાકાત સલમાન ખાનની પાર્ટીમાં થઈ હતી.