નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટ 2026 ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે અને હવે નીટ પેપર લીકની તપાસ સીબીઆઈ ને સોંપવામાં આવી છેત્રણ મેના રોજ લેવાયેલી આ પરીક્ષાને પેપર લીકની આશંકા બાદ સત્તાવાર રીતે હવે રદ્દ કરી દેવામાં આવી છે
અને રાજસ્થાનમાં નીટ પેપર લીક થયાના પુરાવા મળતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને શિક્ષણ મંત્રાલયે આ કઠોર નિર્ણય લેવો પડ્યો છે અને હવે આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈને સોંપવામાં આવી છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાથ વર્ષ 2024 ની જેમ ફરી એકવાર વર્ષ 2026 માં નીટ યુજીની પરીક્ષા કેન્સલ કરવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજસ્થાનથી ફરિયાદ ઉઠી હતી
કે નીટનું સેમ્પલ પ્રશ્નપત્ર લાખો રૂપિયામાં ઓનલાઇન વેચાયું હતું. આ રાજસ્થાનના સેમ્પલ પેપરના ઘણા સવાલો મુખ્ય પ્રશ્નપત્રના 140 સવાલો સાથે મેચ થતા હતા. આ નીટની એક્ઝામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે એનટીએ દ્વારા આ પછી કેન્દ્રીય જાંચ એજન્સીઓ અને રાજસ્થાન પોલીસને જાણ કરવામાં આવી હતી અને હવે કેન્દ્ર સરકાર દ્વારા નીટ યુજી 2026 ની એક્ઝામને રદ્દ કરીને તેની તપાસસીbઆઈને સોંપવાનો નિર્ણય લીધો છે. તો હવે આ સમગ્ર મામલે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે
કે નીટ 2026 ના પેપર લીકની ખબર સાંભળી પરીક્ષા નથી નીટ હવે એક નીલામી છે. કેટલાય સવાલો પરીક્ષાના 42 કલાક પહેલા WhatsApp પર લીક થઈ ગયા હતા. 22 લાખથી વધારે વિદ્યાર્થીઓ આખી આખી રાત ઉજાગરો કરીને ભણતા રહ્યા અને તેમનું ભવિષ્ય બજારોમાં સરેઆમ નીલામ થઈ ગયું. આ પહેલીવાર નથી. 10 વર્ષમાં 89 પેપર લીક અને 48 વાર બીજી વાર પરીક્ષા દરેક વખતે આજ વાદા અને પછી ફરી એજ મૌન મોદીજી જ્યારે તમે તમારી દરેક નાકામીનું બિલ જનતા પર નાખો છો તો ગરીબ બાળકોનું ભવિષ્ય પણ તે જ બિલમાં આવે છે 22 લાખથી વધારે બાળકોનો ભરોસો તૂટી ચૂક્યો છે અને ભારતમાં યુવાનોના સપના માટે મોદી સરકાર ખૂબ મોટો ખતરો બની ચૂકી છે હું ભારતના યુવાનોની સાથે છું
આ સમય ખૂબ મુશ્કેલ છે હું જાણું છું પરંતુ આ વ્યવસ્થા આવી રીતે નહી રહે આપણે મળીને એને બદલીશું આમ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જોરદાર પ્રહાર નીટને લઈને વર્તમાન કેન્દ્ર સરકાર પર કર્યા છે. તો નીટ પેપર લીકની તપાસ હવેસીbઆઈને સોપવામાં આવી છે ઉમેદવારોએ આ માટે હવે ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. કોઈ વધારાની પરીક્ષા ફી પણ નહીં લેવામાં આવે અને જૂનું રજિસ્ટ્રેશન અને સિલેક્ટ કરેલ પરીક્ષા કેન્દ્ર માન્ય ગણાશે. પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર પણ હવે જાહેર કરવામાં આવ્યો છે
અને 23 લાખ વિદ્યાર્થીઓએ ફરીથી આ પરીક્ષા આપવી પડશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કહ્યું છે કે આ નિર્ણય 10 મે 2026 ના રોજ પ્રકાશિત પ્રેસ રિલીઝના અનુસંધાનમાં લેવામાં આવ્યો છે અને કથિત પેપર લીકની તપાસ હવેસીbઆઈને સોંપવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહે છે દર્શક મિત્રો કેસીbઆઈ હવે કેટલા સમયમાં આ જેટલા પણ અપરાધીઓ છે કે જેમણે આ નીટનું પેપર લીક કર્યું છે તેમને પકડી પાડે છે.