ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અંગે તો તમે જાણતા જ હશો.આ અભિનેત્રી અવારનવાર તેની સુંદરતા અને સ્ટાઇલિશ લુકના કારણે ચર્ચામાં આવતી હોય છે.સાથે જ અભિનેત્રી પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે.
હાલમાં પણ આ અભિનેત્રી પોતાના નિવેદનને કારણે જ ચર્ચામાં આવી છે.હાલમાં ઉર્વશીએ ફિલ્મ જ્ઞાન ને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું.જે દરમિયાન ઉર્વશીને હાઈએસ્ટ પેઇડ અભિનેત્રી કહી સંબોધવામાં આવી હતી.
ઉર્વશી ને પૂછવામાં આવ્યું હતું કે તે હાઈએસ્ટ પેઇડ અભિનેત્રી છે તે એક મિનિટના પરફોર્મન્સ માટે ૧કરોડ રૂપિયા ચાર્જ કરે છે.તેને કેવું લાગે છે?
આ સવાલનો જવાબ આપતા ઉર્વશી એ જણાવ્યું કે આ સારી વાત છે.જે લોકો પોતાની જાતમહેનતથી સ્ટાર્સ બન્યા છે તે આ દિવસ જોવાના હકદાર છે.જો કે ઉર્વશીના નિવેદન ને સાંભળતા જ લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂઆત કરી હતી.
કોઈએ કહ્યું આને પૈસા કોણ ચૂકવે છે?આને જુએ છે કોણ?તો કોઈએ કહ્યું આ તો અંબાણીને પણ ટક્કર મારે આપી રહી છે.કોઈએ કહ્યું એક્ટિંગ વિનાની હાઈએસ્ટ પેઇડ એક્ટ્રેસ.
જો કે આ પહેલીવાર નથી આ પહેલા કાન્સ ફેસ્ટિવલ દરમિયાન પણ તેને નિવેદન અંગે મજાક બનાવવામાં આવી હતી.તેને કહ્યું હતું કે હોલિવુડ સ્ટાર તેના વખાણ કરી તેને મળવા આવ્યા હતા.