જમ્મુ કાશ્મીર એક એવું સ્થળ છે એક એવું રાજ્ય છે જેના વિશે ભાગ્યે જ કોઈ વ્યક્તિ અજાણ હશે. તમે ભલે આ રાજ્યની રૂબરૂ મુલાકાત ન લીધી હોય પરંતુ અનેક ફિલ્મોમાં આ રાજ્યને અનેક વાર જોયું હશે. એટલું જ નહીં તમારામાંથી ઘણા લોકોને આ રાજ્યમાં એટલે કે જમ્મુ કાશ્મીર જવાના સપના પણ હશે. અહીંના બરફ અને કુદરતી સૌંદર્ય અંગે તમે અનેકવાર સાંભળ્યું જ હશે.
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં તમે આ રાજ્ય સાથે જોડાયેલી રાજનીતિક ઘટનાઓ અંગે પણ જાણ્યું હશે. પરંતુ શું તમે અહી આવેલા હિન્દુ મંદિરો અંગે જાણો છો?જમ્મુ કાશ્મીરમાં એક નહિ અનેક હિન્દુ મંદિર આવેલાં છે.જેમાંથી એક છે આદિ શંકરાચાર્ય મંદિર. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઊંચાઈ પર આવેલું ભગવાન આદિ શંકરાચાર્યનું મંદિર એક પૌરાણિક મંદિર છે. જ્યા શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે.
શ્રીનગરના ડાલ તળાવ પર આવેલા આ મંદિરમાં તમે રિક્ષા દ્વારા જઈ શકો છો.જો કે મંદિર સુધી પહોંચવા રિક્ષામાંથી ઉતર્યા બાદ દોઢ કિમી જેટલું પગપાળા જવાનું રહેશે.
આ મંદિરના પરિસરમાં પહોંચવા માટે લગભગ ૩૦૦ જેટલી સીડી પાર કરવી પડશે.કહેવાય છે કે આદિશંકરાચાર્યએ આ મંદિરમાં તપ કર્યું હતું જેને કારણે મંદિરનું નામ તેમના નામ પરથી પાડવામાં મંદિરના બહારના ભાગમાં આદિ શંકરાચાર્ય તપસ્થલી નામે એક ગુફા પણ આવેલી છે. આ ઉપરાંત આ જગ્યા પર ગૌરીકુંડ પણ આવેલ છે.
વાત કરીએ જમ્મુ કાશ્મીરમાં આવેલા અને હિન્દુ મંદિરની તો લાલ ચોકમાં આવેલ પંચમુખી હનુમાનનું મંદિર પ્રખ્યાત છે.જો કે અહી આતંકવાદનો ખતરો હોવાને કારણે અહી ખૂબ જ ઓછા ભક્તો જોવા મળતા હતા. પરંતુ હાલમાં આ મંદિરની રોનકમાં વધારો થયો છે.સાથે જ અહી દુર્ગા મંદિર પણ છે.