Cli
policesalangpur

સાળંગપુર મંદિર વિવાદ વધતા પોલીસમાં આંદોલનનો ભય.વધાર્યો પોલીસ કાફલો.

Uncategorized

હાલમાં સોશિયલ મીડિયા,ન્યુઝ મીડિયામાં ચાલી રહેલા સાળંગપુર હનુમાન મંદિર વિવાદ અંગે તો તમે જાણતા જ હશો.મંદિરમાં હનુમાનની મૂર્તિ નીચે લગાવવામાં આવેલ ભીંતચિત્રો ને લઈ વિવાદ ઊભો થયો છે.આ વિવાદ હાલમાં એટલો વકર્યો છે કે સનાતન ધર્મના અનેક સંતો સાથે સનાતન ધર્મ સાથે જોડાયેલા જાણીતા લોકો આ મામલે પોતાનુ નિવેદન આપી આ ઘટનાની નિંદા કરી રહ્યા છે,સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પણ નિંદા કરી રહ્યા છે.

આ મામલે લોકો પોતાની રીતે વિરોધ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.ગઈકાલે જ આ મંદિરમાં લાકડી લઈ પહોંચેલા એક યુવાને મંદિરના ચિત્રો પર કાળો રંગ લગાવ્યો હોવાની ખબર સામે આવી હતી.જો કે આ યુવાનને તે સમયે જ પકડી લેવામાં આવ્યો હતો.

પરંતુ હાલમાં મળતી જાણકારી અનુસાર આ ઘટના બાદ મંદિરમાં સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. સાળંગપુર મંદિરમાં ૨૪ કલાક બોડીગાર્ડ તેમજ પોલીસનો કાફલો હાજર રાખવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા મુજબ ૭૫ પોલીસ જવાનો બંદોબસ્ત માટે હાજર છે તેમજ મંદિરમાં બેરિકેડ પણ  કરી દેવામાં આવ્યા છે.

વાત કરીએ ગઈકાલે મંદિરમાં મૂર્તિને કાળો રંગ કરનાર યુવાન અંગે તો પોલીસના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ મંદિરના બાગમાં છુપાઈને મૂર્તિ સુધી પહોંચ્યો હતો.તેનું નામ હર્ષદ ગઢવી હોવાનું જાણવા મળ્યું છે.જો કે ફરીવાર આવી કોઈ ઘટના ન બને તે માટે મંદિરમાં સિક્યુરિટી વધારવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *