કચ્ચા બદામ સોંગથી દેશભરમાં ખૂબ જ મશહૂર થયેલા ભુભન બાડ્યાકર પોતાના ગીતના કારણે કંગાળ થઈ રહ્યા છે જે ગીત ના કારણે તેમની નામના વધી તેમની લોકપ્રિયતા વધી હવે એ જ ગીત તેમનાથી છીનવાયુ છે ભુભન બાડ્યાકર હવે પોતાનું જ ગીત ગાઈ નહીં શકે એક સમયે ભુભન બાડ્યાકર સાયકલ પર.
જઈને ઘેર ઘેર બાદામ વેચતા હતા આ સમયે તેઓ કચ્ચા બાદામ નુ પોતાનું બનાવેલું ગીત ગાતા હતા જે ગીતનો એક સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવ્યો અને રાતો રાત ભુભન બાડ્યાકર સ્ટાર બની ગયા એક સમયે તૂટેલા મકાનમાં રહેતા ભુભન બાડ્યાકરે પોતાનું નવું આલીશાન મકાન બનાવી લીધું.
અને લક્ઝુરિયસ ગાડી પણ ખરીદી લીધી કચ્ચા બાદામ સોંગ ના કારણે તેમની રાતોરાત જિંદગી બદલાઈ ગઈ પરંતુ હવે એક ઓટોગ્રાફ ના કારણે તેઓ બરબાદ થઈ ગયા છે ભુભન બાડ્યાકર ને ઘણી બધી જગ્યાએ થી ગીતો ગાવાની ઓફર આવવા લાગી હતી પરંતુ આ સમયે હવે ભુભન હેરાન થઈ ગયા છે.
તેઓ દાવો કરે છે કે એક ભુલના કારણે તેમની કોપી રાઈટ છીનવાઈ ગઈ છે અને તે માટે ભુભન બાડ્યાકરે ગોદલીબાલા મ્યુઝિક કંપનીના ડિરેક્ટર ગોપાલ ઘોષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગોદલીબાલા મ્યુઝિક એ જ કપંની છે જેના માટે ભુભને સૌથી પહેલા કચ્ચા બાદામ સોંગ ગાયું હતું ભુભન બાડ્યાકરે.
જણાવ્યું કે મેં કોપીરાઇટને લઈને કેસ દાખલ કર્યો છે ગોપાલની એક યુટ્યુબ ચેનલ છે તેને કહ્યું હતું કે તેને એક ગીત બનાવવુ છે અને એના બદલામાં તેને મને ત્રણ લાખ આપ્યા હતા એ સમયે મારી પાસે એક ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો મને અંગ્રેજી વધારે આવડતી નથી હું વધારે ભણેલો નથી ને વિશ્વાસમાં.
આવીને સાઈન કર્યું હતું અને એવી રીતે તેમને મારી પાસેથી કોપીરાઇટ છીનવી લીધું ભુભન બાડ્યાકર ના જણાવ્યા અનુસાર તેઓ જો આ ગીત ગાય છે કે બાદામ નુ નામ પણ લે તો એમને તકલીફ થાય છે જેના કારણે તેઓ હવે પોતાનું ગીત જ ગાઈ શકતા નથી તો બીજી તરફ ગોપાલ ઘોષે આ આરોપો ને.
ખોટા જણાવી અને કહ્યું કે તેઓ થોડા સમય માં જ આ વિષય પર પ્રેસ કોન્ફરન્સ યોજીને જવાબ આપશે આ મામલામાં સાચું કોણ છે અને ખોટું કોણ છે તે આગળના દિવસોમાં ખબર પડશે પરંતુ લોકોની ભાવના ભુભન બાડ્યાકર સાથે જોડાયેલી છે અને લોકો ભુભન બાડ્યાકર ને સપોર્ટ અઃપી રહ્યા છે.