Cli
ઓ હોહોહો ક્યાં ગામના ગોરી ડાયલોગ વાળા રમેશ મહેતા ગુજરાતના મૂળ આ ગામના હતા, જાણો હાસ્ય સમ્રાટ નો જીવન સંઘર્ષ...

ઓ હોહોહો ક્યાં ગામના ગોરી ડાયલોગ વાળા રમેશ મહેતા ગુજરાતના મૂળ આ ગામના હતા, જાણો હાસ્ય સમ્રાટ નો જીવન સંઘર્ષ…

Breaking Life Style

ઓ હો હોહો કયા ગામના ગોરી આ શબ્દો કાને પડતાં જ જેનુ નામ આપણા હોઠે રમતું થાય જેમની હાસ્યાસ્પદ પ્રતિકૃતીનો આભાસ થાય એવા ગુજરાતી ફિલ્મોના હાસ્યના સુપરસ્ટાર અભિનેતા રમેશ મહેતા નો જન્મ 22 જુન 1932 માં રાજકોટ જીલ્લા ના ગોડંલ તાલુકાના નવાગામમાં પિતા ગીરધર લાલ અને માતા મુક્તા બેન રમેશ મહેતા નો જન્મ થયો હતો.

નાનપણથી તેમને નાટકો લખવાનો અને અભિનય કરવાનો ખૂબ જ શોખ હતો તેઓ સ્કૂલમાં પણ નાટ્ય સ્પર્ધામાં ભાગ લેતા હતા રમેશ મહેતા ના પિતા ગિરધરલાલે નાનપણમાં જ રમેશ મહેતાને સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાં પ્રવાસ કરાવ્યો હતો જેના કારણે રમેશ મહેતા દરેક પ્રકારની બોલી લહેકો અને.

લોકોની રહેણીકરણી થી પરીચીત થયા હતા રમેશ મહેતાએ માત્ર છ વર્ષની ઉંમરમાં નાટક મંડળીમાં કામ કર્યું હતું તેઓ નાટકની પ્રેક્ટિસ ઘેર માની સામે કરતા હતા ગીરધરલાલ સાહિત્ય કલામાની પૂર્ણ હતા જેના કારણે તેમના પુસ્તકો ના અભ્યાસથી રમેશ મહેતા સાહિત્યમાં ખૂબ જ નીપૂર્ણ બન્યા.

પોતાની 14 વર્ષની ઉંમરમાં રમેશ મહેતાએ રામાયણ ભાગવત ગીતા જેવા ઘણા બધા પુસ્તકો નું અધ્યયન કર્યું રમેશ મહેતા એક સારા લેખક હતા તેઓના નાટકો સ્કૂલોમાં ભજવવામાં આવતા સાથે તેઓ ઘણા નાટકોમાં અભિનય પણ કરતા હતા તેમના પિતા દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા હતા રમેશ મહેતા મોડી રાત.

સુધી નાટકો જોવા માટે જતા હતા જેના કારણે તેઓ જૂની એસએસસી માં નપાસ થયા અને તેમના પિતાએ તેમને દૂધના વ્યવસાયમાં જોડી દીધા પરંતુ રમેશ મહેતા તે વ્યવસાય માં ના ટકતા પી ડબલ્યુ ડી માં નોકરીએ લાગ્યા અને વંથલી સાઈડ પર કામે લાગ્યા પરંતુ તેને નોકરી પણ છોડીને તેઓ છાપા ના પ્રુફ રીડર તરીકે.

નોકરીએ લાગ્યા પોતાની 17 વર્ષની ઉંમરે 1949 માં વિજ્યા ગૌરી સાથે તેમના લગ્ન થયા ઈશ્વરની કૃપાથી તેમના ઘેર બે દીકરી અને બે દીકરા નો જન્મ થયો તેમની આર્થિક સ્થિતિ પણ ખૂબ સુધરવા લાગી સાલ 1955 માં ઈરાની કંપનીની નાટક કંપની માં તેઓ જોડાઈ ગયા અને ભારત ભુષણ થીયેટરમાં મહીના નોકરી કરી તેઓ.

મુંબઈ આઈએન ટી માં જોડાયા અને ત્યાં તેઓ મેકઅપ સ્ટેજ કાફ્ટ અભિનય શીખ્યા આ પરીસ્થીતી માં તેમને બે નાટકો લખ્યાં સુડી વચ્ચે સોપારી અને હું એનો વર છું આ બંને નાટકો ખૂબ જ સફળ રહ્યા સાલ 1969 માં તેમને હસ્તમેળાપ નામની ફિલ્મ લખી અને ત્યારબાદ 50 થી વધારે ફિલ્મો તેમને લખી અને ઘણા ગીતો પણ લખ્યા.

70 ના દાયકામાં તેમને જેસલ તોરલ ના સંવાદો લખ્યા અને જેસલના ભાઈબંધ નુ પાત્ર ભજવીને લોકોને ખુબ હસાવ્યા ત્યાર બાદ રમેશ મહેતાએ ઘણી બધી ફિલ્મોમાં કોમેડિયન તરીકે દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી અભિનેતા કોઈ પણ હોય પરંતુ રમેશ મહેતા ની કોઈપણ ફિલ્મોમાં એન્ટ્રી જોવા હંમેશા લોકો.

ઉત્સાહિત રહેતા હતા તેમની લોકપ્રિયતા એટલી હદે છવાઈ કે તેઓ દિવસ રાત શૂટિંગ કરતા હતા તેમની પાસે ફિલ્મોની લાંબી લાઈન હતી તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગના સુપરસ્ટાર સાથે કામ કર્યું અને તેમનો ફોટો પોસ્ટર પર લોકો જોશે તોજ ફિલ્મ જોવા જતા હતા અને રમેશ મહેતાની ફિલ્મોમાં એન્ટ્રી થતાં જ થિયેટરોમાં સીટીઓ વાગવા લાગતી હતી.

રમેશ મહેતાએ 200 થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો રમેશ મહેતા ની ફિલ્મ કેરિયર દરમિયાન ઘણા બધા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા તેઓ હંમેશાં લોકોની મદદ કરવા માટે આતુર રહેતા હતા સ્વભાવે ખૂબ જ હસમુખા અને વિસ્તારમાં ખૂબ જ નામના ધરાવતા રમેશ મહેતા સામાજિક કાર્યોમાં પણ ખૂબ જ આગળ રહેતા હતા.

રમેશ મહેતાને ગુજરાત ગૌરવ ખિતાબ સંગીત નાટક એકાદમી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો ગુજરાતી ફિલ્મમાં દમદાર અભિને થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી 78 વર્ષની ઉંમરે 11 મે 2012 ના રોજ લાંબી બાદ તેઓનું નિધન થતા ગુજરાત આખાયમા દુઃખ ની લાગણીઓ પ્રસરી જવા પામી હતી રમેશ મહેતા આજે પણ પોતાના અભિનય થી આપણી વચ્ચે જીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *