કહેવાય છે ને કે દરેક સફળ વ્યક્તિની સફળતા પાછળ કોઈને કોઈ વાર્તા જરૂર હોય છે કોઈપણ વ્યક્તિને સફળતા જન્મથી નથી મળતી દરેક વ્યક્તિએ આજીવન મહેનત કરતા રહેવું પડતું હોય છે.
આવી જ એક કહાની છે ડીસામાં ટીકડી ભજીયા ની દુકાન ચલાવતા એક કાકાની.ડીસાના સુભાષ ચોક,ચૌધરી પેટ્રોલ પંપ પાસે એક કાકા ફેમસ નાસ્તા હાઉસ નામની દુકાન ચલાવે છે.આ નાસ્તા હાઉસની ફેમસ વસ્તુ છે પાલક મેથીના ટીકડી ભજીયા.
સામાન્ય રીતે તમે કાંદાના ટીકડી ભજીયા ખાધા હશે પરંતુ ડીસાની આ દુકાનમાં પાલક મેથીના ટીકડી ભજીયા આપવામાં આવે છે.અહી ભજીયાની એક ડીશ ની કિંમત ૪૦ રૂપિયા છે .
ફેમસ નાસ્તા હાઉસની ખાસિયત એ છે કે અહી બઝર સિસ્ટમથી કામ થાય છે.દુકાનમાં ગરમા ગરમ ભજીયા પૂરા થતા જ બઝર દબાવી દેવામાં આવે છે જેને કારણે સામેની બીજી દુકાન સુધી ભજીયા પૂરા થયાની જાણ થાય છે અને ત્યાં ભજીયા તળી રહેલ સ્ત્રીઓમાં કોઈ એક ત્યાં ભજીયા આપી જાય છે.
કાકાના જણાવ્યા અનુસાર તે પોતાના ગ્રાહક ને ગરમા ગરમ ભજીયા આપવા માંગતા હોવાથી આ રીત અપનાવી છે. જણાવી દઈએ કે કાકા છેલ્લા ૬૦ વર્ષથી આ ટીકડી ભજીયા નું કામ કરે છે.શરૂઆતમાં તેમના પિતાએ નાની લારી પર કામનો શરૂઆત કરી હતી અને આજે તેમને ત્રણ દુકાન છે.