Cli
સડક પર ધ્રુસકે ધ્રુસકે રડી નવાઝુદ્દીન સિદ્દીકી ની દિકરી, ભાઈએ નવાઝ ને પણ ઘરમાં ના ઘુસવા દિધા...

સડક પર ધ્રુસકે ધ્રુસકે રડી નવાઝુદ્દીન સિદ્દીકી ની દિકરી, ભાઈએ નવાઝ ને પણ ઘરમાં ના ઘુસવા દિધા…

Bollywood/Entertainment Breaking

રસ્તા પર પોકાર મુકી ધ્રુસકે ધ્રુસકે રડતી બોલીવુડ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી ની દિકરીને જોઈ લોકોના કાળજાં કંપી ગયા છે તો બીજી તરફ નવાઝુદ્દીન સિદ્દીકી નો પણ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમના ભાઈ તેમના જ ઘરમાં તેમને ઘુસવા દેતા નથી નવાઝુદ્દીન સિદ્દીકી નો પરીવાર ભાંગી પડ્યો છે કોઈને સમજાતું નથી કે આ શું બાબત છે.

નવાઝુદ્દીન અને તેમની પત્ની આલીયા ની વચ્ચે વિવાદ વધતો જાય છે એ વચ્ચે રડતા કરગરતા આલીયાએ એક વીડિયો શેર કર્યો છે જેમતે રસ્તા પર પોતાના બે બાળકો સાથે જોવા મળે છે અને તેને આરોપ લગાડ્યો છે કે નવાઝુદ્દીન સિદ્દીકી એ તેને અને તેના બાળકો ને ઘરમાંથી બહાર કાઢી મુક્યા છે તે વીડિયોમાં જણાવી રહી છે કે મને.

સમજાતું નથી કે હું આ બાળકોને ક્યા જાઉં રસ્તા પર નાની બાળકી રડતી જોવા મળે છે સાથે દીકરો પણ ખૂબ જ માયુસ થયેલો દેખાય છે સાથે નવાઝુદ્દીન સિદ્દીકી ની પત્ની આલીયા જણાવી રહી છે કે નવાઝને આવી હરકત શોભા દે છે કે નહીં એ મને નથી ખબર પણ આ બાળકો નું પણ વિચાર્યું નહીં એટલી હદે ઉતરી ગયો છે.

નવાઝ હું એને કોઈ દિવશ માફ નહીં કરુ સાથે તે વીડિયોમાં જણાવી રહી રાત્રિના 12 વાગે મને અને મારા બાળકોને ઘરની બહાર આવી રીતે રસ્તા પર છોડી દીધા છે કેવી હાલત છે બાળકી રડી રહી છે મને કાઈ સમજાતું નથી હું મારા બાળકોને લઈને ક્યાં જાઉ નવાઝુદ્દીન સિદ્દીકીએ એક તરફ તેની પત્ની ને અને બાળકોને રસ્તે રઝડતા રાત્રે કર્યા છે.

તો બિજી તરફ નવાઝુદ્દીન સિદ્દીકી નો એક વિડીઓ સામે આવ્યો છે જે વિડિયો માં તેમના ભાઈ તેમના ઘરમાં ઘૂસવા દેતા નથી નવાઝુદ્દીન સિદ્દીકી તેમની માં ને મળવા પહોંચ્યા હતા પરંતુ તેમના ભાઈએ નવાઝને ગેટ પર જ રોકી લિધા અને જણાવ્યું કે તું અહીં ના આવે તેમા જ મજા છે એમ જણાવી ગેટની.

અંદર આવતા અટકાવ્યા હતા એક તરફ નવાઝુદ્દીન સિદ્દીકી નો તેની પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો છે તો પોતાના ભાઈઓ સાથે પ્રોપર્ટી ને લીધે વિવાદ ચાલી રહ્યો છે થોડા દિવસો પહેલા જ નવાઝુદ્દીન ને પોતાના પિતાની જે પ્રોપર્ટી હતી તે પોતાના ભાઈઓ ના નામે કરી દિધી હતી પરંતુ એ છતાં પણ આ વિવાદ રોકાયો નથી.

તો બીજી તરફ નવાઝુદ્દીન સિદ્દીકી ની પત્ની પ્રોપર્ટી માં ભાગ માંગી રહી છે આ સમગ્ર મામલે માત્ર નવાઝુદ્દીન સિદ્દીકી પર આરોપ લાગી રહ્યા છે પરંતુ આ મામલે નવાઝુદ્દીન સિદ્દીકી મૌન રહે છે તે પોતાના ફિલ્મી કેરિયર માં શુટિંગ મા વ્યસ્ત રહે છે પણ પ્રશનલ લાઈફ ને લઈને હંમેશા મૌન રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *