અત્યારે દેશમાં ફરમાની નાઝ નું નામ છવાયેલ છે એક્ટરે શિવનું ગીત ગાઈને પુરા દેશમાં લોકપ્રિય બની છે જયારે બીજી બાજુ નાઝનો વિરોધ પણ થઈ રહ્યો છે હકીકતમાં ભગવાન શિવનું ભજન હર હર સંભુ ગીતને લઈને વિવાદમાં આવેલ પ્રખ્યાત યુટ્યુબ સિંગર ફરમાની નાઝનું નામ અત્યારે ખુબ ચર્ચામાં છે.
છેલ્લા ઘણા દિવસોથી એવો દાવો કરવામાં આવી રહ્યો છેકે ભજન ગાનાર ફરમાની નાઝ હિન્દુ ધર્મ અપનાવવા જઈ રહી છે પરંતુ તેના વચ્ચે ફરમાની નાઝનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેણે તેને લઈને પ્રતિક્રિયા આપતા મૌન તોડ્યું છે અને હિંદુ ધર્મ અપનાવવાના દાવા અંગે મોટી વાત કરી છે.
હકીકતમાં ફરમાની નાઝ નામના એક ફેક ટ્વિટર અકાઉંટ દ્વાર માહિતી આપવામાં આવી હતી કે તેઓ મુસ્લિમ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવવા જઈ રહી છે પરંતુ એ બધું વાત ખોટી ઠેરવતા ફરમાની એ એક વિડિઓ શેર કર્યો છે ફરમાની વીડિયોમાં કહી રહી છેકે કોઈએ મારા નામે નકલી ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું છે.
અને કહ્યું છેકે હું હિન્દૂ ધર્મ આપવાની રહી છે અને મારા પૂર્વજો પણ વર્ષોથી હિન્દુ ધર્મની પૂજા કરતા આવ્યા છે પરંતુ એવું કંઈ નથી આ બધું ખોટું ફેલાવવામાં આવી રહ્યું છે મારા નામના ફેક અકાઉંટ બનાવીને મારા વિશે ખોટું ફેલાવામાં આવી રહ્યું છે ફરમાની એ અહીં ચોખવટ કરતા કહ્યું છેકે હું કોઈ ધર્મ પરિવર્તન નથી કરતી બધા ધર્મ સારાજ છે.