Cli
mukti mohan merry with this animal film actor

એનિમલ ફિલ્મના આ એક્ટર સાથે લગ્નના બંધનમાં બંધાઈ મુક્તિ મોહન…

Bollywood/Entertainment

હાલમાં સામાન્ય લોકોમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે બોલિવૂડમાં પણ લગ્ન ગાળો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ ખજૂર ભાઈ એટલે કે નિતીન જાનીના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. હજુ લોકો ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે ના લગ્ન અંગે ચર્ચા કરી જ રહ્યા હતા એવામાં ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક સેલિબ્રિટી ના લગ્નના સમાચાર સામે આવ્યા છે.

આ સેલિબ્રિટી છે મુક્તિ મોહન. ડાન્સર શક્તિ મોહન અને ગાયિકા નીતિ મોહનની બહેન મુક્તિ મોહને હાલમાં જ લગ્ન કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. મુક્તિ મોહન એ જાણીતા અભિનેતા કૃણાલ ઠાકુર સાથે લગ્ન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિગતે વાત કરીએ તો જલક દિખલા જા, ખતરો કે ખિલાડી જેવા અનેક શોનો હિસ્સો રહેલ મુક્તિ મોહને હાલમાં જ તેના બોયફ્રેન્ડ કૃણાલ ઠાકુર સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ તેને કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટામાં પેસ્ટલ કલરના આઉટફીટમાં મુક્તિ મોહન ખરેખર મોહક લાગી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફોટા પોસ્ટ કરતા બંનેએ લખ્યું હતું કે, તમારી સાથેની મુલાકાત એ નસીબ છે.ભગવાન, પરિવાર અને મિત્રો તરફથી મળેલા આશીર્વાદ માટે આભાર.જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા જ બંનેની પ્રિ વેડિંગ સેરેમનીના ફોટા પણ સામે આવ્યા હતા.આ આ સેરીમાનીમાં મુક્તિ મોહન અને કૃણાલ ઠાકુર કેસરિયા ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

વાત કરીએ કૃણાલ ઠાકુર વિશે તો, મુક્તિ મોહનના બોયફ્રેન્ડ અને હાલના પતિ કૃણાલ ઠાકુર પણ બોલીવુડના ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે તેમને કબીર સિંહઅને હાલમાં જ રિલીઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં ભૂમિકા ભજવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *